નવા વર્ષમાં મોદી સરકારની મોટી ભેટ, આજથી આ 23 વસ્તુઓ થશે સસ્તી
નવા વર્ષ પર ભેટ રૂપે મોદી સરકારે 23 ગુડ્ઝ અને સર્વિસ પર જીએસટીના દરો ઘટાડી દીધા છે. આ યાદીમાં મૂવી ટિકિટ, ટીવી અને મોનિટર સ્ક્રીન શામેલ છે. જીએસટી પરિષદે 22 ડિસેમ્બરે આ વસ્તુઓ પરથી જીએસટીનો દર ઘટાડવાનો નિર્ણય લીધો છે.
જે વસ્તુઓના ભાવ નવા વર્ષમાં ઘટવાના છે તેમાં મૂવી ટિકિટ, ટીવી, મોનિટર સ્ક્રીન, ફ્રોઝન અને સંરક્ષિત શાકભાજી સહિત પાવર બેંક શામેલ છે. પરિષદે 28 ટકા સ્લેબને યુક્તિસંગત બનાવી અને હાઈએસ્ટ સ્લેબને લક્ઝરી સુધી સીમિત કરી દીધી. આમાં ડીમેરિટ, સિંસ ગુડ્ઝ, સિમેન્ટ, લાર્જ સ્ક્રીન ટીવી, એર કન્ડીશન અને ડિશવૉશર છે. જીએસટી પુલી, ટ્રાન્સમિશન શોફ્ટ, ક્રેક, ગીયર બોક્સ, ઉપયોગ કરાયેલ ટાયર, લીથિયમ આયન બેટરીની પાવર બેંક, ડિજિટલ કેમેરા, વીડિયો કેમેરા જેવી વસ્તુઓ પરથી 28 ટકાના જીએસટીને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યુ છે.
જીએસટી પરિષદે દિવ્યાંગોના ઉપયોગમાં આવતા કેરેજ અને તેના પાર્ટ્સ પર જીએસટી ઘટાડીને 5 ટકા કરી દીધુ છે. આ ઉપરાંત સામાન ઉપાડનારા વાહનોના થર્ડ પાર્ટી ઈન્શ્યોરન્સ પ્રીમિયમને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી દેવામાં આવ્યુ છે.