આનંદો.. ફરી એક વાર ઘટી પેટ્રોલ-ડિઝલની કિંમત, જાણો આજનો ભાવ
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત થઈ રહેલ ઘટાડાએ નાગરિકોને રાહત આપી છે. અમદાવાદમાં પાંચમી જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 65 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 19 પૈસાનો ઘટાડો નોંધાયો છે. નવી કિંમત લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 65.83 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 65.05 રૂપિયા પ્રતિ લીટર દીઠ વેંચાઈ રહ્યું છે.
માત્ર અમદાવાદમાં જ નહિ બલકે ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મહદઅંશે રાહતના સમાચાર મળ્યા છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં 18 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે.નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રલો 68.29 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 62.26 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.
મુંબઈકરોને આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ રાહત આપી છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમત લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 73.95 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.14 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.