ફેરા બાદ ભાવૂક થઇ ઇશા, મંડપમાં શુ બોલ્યા અમિતાભ?
મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઇશાના લગ્નમાં દેશ-દુનિયાના મહેમાન સામેલ થયા છે. લગ્ન બાદ બન્ને લોકો ખૂબ ભાવૂક થયા. જ્યારે પુત્રી ઇશા અંબાણીનું કન્યાદાન કર્યું. આ દરમ્યાન અમિતાભ બચ્ચને કન્યાદાનના સમયે બોલવામાં આવતા મંત્રોનો અર્થ વાંચીને સંભળાવ્યો.
ઇશા અને આનંદ પીરામલે સાત ફેરા લીધાબાદ મુકેશ અને નીતા અંબાણીથી આશીર્વાદ લીધા, લગ્નનો આખો વીડિયો રિલાયન્સ ગ્રુપ તરફથી જારી કરવામાં આવ્યો. વીડિયોમાં મહેમાન તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન, રજનીકાંત સામેલ હતા.
[youtube height=”250″ width=”500″ align=”none”]https://www.youtube.com/watch?v=hOaWSHx6XXc&feature=youtu.be[/youtube]વીડિયોમાં અમિતાભ બચ્ચન નીતા અને મુકેશ અંબાણીના કન્યાદાન અંગે ગાઇડ કરી રહ્યા છે. આ સમય પર ઇશાના માતા-પિતા ખૂબ ભાવૂક થઇ ગયા. ઇશાની આંખોમાં પણ આંસૂ આવી ગયા. આ રૉયલ વેડિંગમાં તમામ સેલીબ્રીટી હાજર રહ્યા હતા.
બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ સામેલ હતી. લગ્નમાં આ લોકોએ અલગ-અલગ ડિઝાઇન્સના ચણિયાચોળી પહેર્યા હતા. નવવિવાહિત દીપિકા-રણવીર પણ આ લગ્નમાં પહોંચ્યા હતા. આલિયા ભટ્ટ બ્લૂ કલરના લાઇટ વેટેડ લહંગામાં કૂલ લાગી અને સેક્સી લાગી રહી હતી.
શિલ્પા શેટ્ટી હંમેશાની જેમ ગ્લેમરસ સાડી લુકમાં નજરે પડીય ફેશન આઇકોન સોન કપૂર તેના પિતા અનિલ કપૂરની સાથે લગ્નમાં પહોંચી હતી. તેનો લુક પણ ડિફરન્ટ હતો. પિંક લહંગા પર તેનું નામ નામ લખેલું હતું. જ્યારે કરિશ્માએ ક્રીમ શેડની સિલ્ક સાડી પહેરી હતી અને કરીનાએ ક્રીમ કલરના ચણિયા ચોળી પહેર્યા હતા. જેની સાથે નેટનો દુપટ્ટો ક્લાસી લુક આપી રહ્યો હતો. નવાબ સેફ અલી ખાન વ્હાઇટ કલકના આઉટફિટમાં નજરે પડ્યો.