ઇશા અંબાણીના લગ્નમાં બોલીવુડ સ્ટાર સહિતના લોકો પહોંચ્યા
મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે 12 ડિસેમ્બરના રોજ સાંજે લગ્ન છે. આનંદ પીરામલ બપોર પછી જાન લઈને એન્ટેલિયા કારમાં આવ્યો હતો. કાર બેઠેલા આનંદે કુશનથી પોતાનું મોં છુપાવી લીધું હતું. જાનૈયાએ વરરાજાની કાર આગળ ડાન્સ કરતાં કરતાં આવ્યા હતાં. કેમેરામાં પોતાનો લુક ક્લિક ના થાય તે માટે આનંદ પીરામલે પોતાનો ચહેરો કુશનથી છુપાવી દીધો હતો. આનંદ જ્યારે કારમાંથી બહાર આવ્યો ત્યારે કાળા ચશ્મા તથા સાફામાં સોહામણો લાગતો હતો.
જાન આવે તે પહેલાં મુકેશ અંબાણીએ મહેમાનોના સ્વાગતની પૂરી તૈયારી કરી હતી. મુકેશ અંબાણીના બંને દીકરાઓ અનંત તથા આકાશ ઘોડા પર બેસીને જાનનું સ્વાગત કરવાના છે.
જમાઈ તથા જાનૈયાઓના સ્વાગત માટે એન્ટેલિયામાં તડામાર તૈયારી કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ અંગત રીતે તમામ દેખરેખ પર ધ્યાન આપ્યું હતું. મુકેશ અંબાણી નાના ભાઈ અનિલ સાથે જાનના સ્વાગતમાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં.|
મુકેશ અંબાણીના ઘરે બોલીવુડ સ્ટાર સહિતના લોકો પહોંચી ગયા છે. આમિર ખાન તેની પત્ની કિરણ રાવ, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા નંદા, સહિતના સ્ટાર્સ પહોંચી ગયા છે. તે સિવાય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિંટન પણ પહોંચ્યા છે. તેમનું સ્વાગત અનિલ અંબાણીએ કર્યું.
જાન લઇને પહોંચેલા આનંદ પીરામલ દરેક લોકોને ગળે મળ્યા. આનંદ પીરામલે મીડિયા અને ફોટોગ્રાફર્સથી ચહેરો છુપાવવાની કોશિશ કરી હતી. બિલ્ડીંગની બહાર સુરક્ષા માટે મુંબઇ પોલીસ અને પર્સનલ સિક્યોરિટી ગાર્ડસ સિવાય ઇન્ટરનેશનલ એજન્સીની પણ મદદ લેવામાં આવી છે.