નાણામંત્રી અરુણ જેટલીએ આપ્યા સંકેત, 12 અને 18 ટકાની જગ્યાએ હશે નવો GST સ્લેબ
નાણાં મંત્રી અરુણ જેટલીએ એવો ઈશારો કર્યો હતો કેભારત આવનારા સમયમાં એક જ દર વિશે જઈ શકે છે. એમનું કહેવું એમ હતું કે આવનારા સમયમાં GSTનો 28 ટકાનો સ્લેબ દૂર થઈ શકે છે. GSTને લાગૂ કર્યા 18 મહીના જેવો સમય વીતી ગયો છે ત્યારે નાણાંપ્રધાન અરુણ જેટલીએ પોતાના બ્લોગ પર આ વિશે વાત કરી હતી. જેમાં તેમણે GST, GST દર, GST કલેકશન સહિતના મુદ્દાઓ આવરી લીધાં હતા.
અરુણ જેટલીએ કહ્યું હતું કે એ લાંબા ગાળાની નીતિ અનુસાર એક જ સ્ટાન્ડર્ડ રેટ લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેને પરિણામે 12 ટકાથી 18 ટકા વચ્ચેનો કોઈ એક જ દર લાગૂ કરવામાં આવી શકે છે. તેમણે વધુંમાં કહ્યું હતું કે આવી સ્થિતિ ત્યારે જ લાગૂ થઈ શકે જ્યારે GST રેવન્યૂ ભંડોળમાં ખૂબ સારી રીતે વધારો થયો હોય. 28ટકાનો GSTનો દર દૂર કરી શકાયો હોત. આ ત્યારે આવ્યું જ્યારે GST કાઉન્સિલ પર GST દર પર પુનઃ વિચાર કરી રહી છે અને 23 વસ્તુઓ પરથી 28 ટકાનો સ્લેબ ઘટાડી રહી છે. હવે માત્ર 28 વસ્તુઓ જ ઉંચા સ્લેબ હેઠળ આવે છે.
જેટલી એ વાત તેમના બ્લોગમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે તમાકુ ઉત્પાદન, ઓગાળેલો ગોળ, લક્ઝરી વાહનો, એરકન્ડિશન, વિશાળ ટીવી, ડીશ વોશર, વાયુ મિશ્રિત પાણી સહિતની કુલ 28 વસ્તુઓ હવે 28 ટકાના સ્લેબમાંથી 18 ટકા અને 12 ટકાના સ્લેબમાં સમાવવામાં આવ્યા છે. હવે સિમેન્ટ, ઓટો પાર્ટ્સ અને એવી વસ્તુઓ કે જે સામાન્ય વપરાશ માટે છે તેને જ 28 ટકાના સ્લેબ હેઠળ રાખવામાં આવી છે. હવે અમારી પ્રાથમિકતા સિમેન્ટને નીચલા સ્તરમાં લઈ જવાની છે. અન્ય બિલ્ડિંગ મટિરિયલને 28ટકાના સ્લેબમાંથી 18 ટકા અને 12 ટકાના સ્લેબમાં પરિવર્તિત કરી દેવામાં આવી છે.
અરુણ જેટલીએ વધુંમાં કહ્યું હતું કે જેના વિશે વારેવારે વિવેચન થાય છે તે GST કલેકશનનો નિર્ધારિત ધ્યેય 1 લાખ કરોડ મહીને નક્કી કરાયો હતો. ટેક્સ કલેકશનમાં વધારો થતાં કેટલાંક સેકટરોને ધ્યાને લઈને તેના GST દરમાં નોંધનિય રીતે ઘટાડો કરવામાં આવ્યો. જો આ ઘટાડાને નાણાંની દ્રષ્ટિએ મૂલવીએ તો વર્ષે 80,000 કરોડ જેટલો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં GST કલેકશનમાં સારો એવો સુધાર જોવા મળ્યો છે. હવે સરેરાશ માસિક ટેક્સ કલેક્શન પહેલાં વર્ષ માટે મહીને 89,700 કરોડ જેટલું હતું તેને બદલે 97,100 કરોડ મહીને જેટલું નોંધાયું છે.