ગુજરાત
બસ સ્ટેશન બન્યું ગરબા ગ્રાઉન્ડ, ST કર્મચારીઓ ગરબે ઘુમ્યા, જુઓ વાયરલ વીડિયો
રાજ્યભરમાં ચાલી રહેલી એસટી કર્મચારીઓની હડતાલને પગલે મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે ખાલી પડેલા બસ સ્ટેશનમાં એસટી કર્મચારીઓ ગરબા રમતા જોવા મળી રહ્યા છે.
https://www.youtube.com/watch?v=W9uLImO-cXo&feature=youtu.be
ગાંધીનગર પથિકાશ્રમ બસસ્ટેશનમાં એસટી કર્મચારીઓએ ગરબે ઘુમી અનોખો વિરોધ દર્શાવ્યો હતો. સતત બે દિવસથી ચાલી રહેલી હડતાલને પગલે એક તરફ મુસાફરો પરેશાન છે ત્યારે કામથી અળગા રહીને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ ખાલી પડેલા બસ સ્ટેશન ગ્રાઉન્ડમાં ગરબે ઘુમી રહ્યા છે.