National

રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીની બેઠક નીચેથી મળ્યા નોટોના બંડલ, સંસદમાં હોબાળો 

રાજ્યસભામાં કોંગ્રેસની બેન્ચ પરથી  ચલણી નોટોના બંડલ મળી આવ્યા છે. જેણે લઈ રાજ્યસભામાં ભારે હોબાળો થયો છે. અધ્યક્ષે પોતે ગૃહમાં આ વાત કહી છે. તેમણે કહ્યું છે કે આ એક ગંભીર મામલો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, શુક્રવારે અધ્યક્ષ જગદીપ ધનખરે માહિતી આપી, ‘ગૃહની ગઈકાલે (ગુરુવારે) સ્થગિત થયા પછી, સુરક્ષા અધિકારીઓએ અમને માહિતી આપી કે સીટ નંબર 222 પરથી રોકડ મળી આવી છે. આ સીટ તેલંગાણાના સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવી છે. આ મામલે નિયમ મુજબ તપાસ થવી જોઈએ અને તે પણ થઈ રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘જ્યાં સુધી મામલાની તપાસ ચાલી રહી છે અને બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમારે અભિષેક મનુ સિંઘવીનું  નામ બોલવું જોઈએ નહીં.’ ખડગેના નિવેદન પર શાસક પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. તેના પર ખડગેએ કહ્યું કે આવું કામ કરીને દેશને બદનામ કરવામાં આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button