દેશવિદેશ

5 એકર જમીનવાળા ખેડૂતોને વર્ષે 6 હજાર મળશે

5 લાખ સુધીની આવક ધરાવનારને કોઈ ટેક્સ આપવો નહિ પડે, દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવા પર સાડા છ લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ આપવો નહિ પડે સ્ટાન્ડર્ડ ડિડક્શનની સીમા 40 હજારથી વધીને 50 હજાર જો 2.40 લાખ રૂપિયા સુધી ભાડું મળે છે તો ટીડીએસ નહી ચુકવવો પડે.

કેપિટલ ગેન્સ અંતર્ગત રોકાણ લિમિટ એક ઘરથી વધારીને બે ઘર કરવામાં આવી છે. જીવનમાં એક વાર આ છુટ મળશે. બે કરોડ રૂપિયા સુધીનું આવું રોકાણ કરી શકશે. બેન્ક અને પોસ્ટ ઓફિસ ડિપોઝીટ મળવા પર વ્યાજ પર કરમાં છુટ 10 હજારથી વધારીને 40 હજાર કરવામાં આવી છે. ત્રણ કરોડ મિડલ કલાસ ટેક્સ પેયર્સ, સ્મોલ ટ્રેડર્સ, પેન્શનર્સ અને સિનિયર સિટિઝન્સને ટેકસમાં રાહત મળશે. તેનાથી સરકાર પર 18,500 કરોડ રૂપિયાનો ભાર આવશે.

ખતમ થશે ટેક્સ ઓફિસરની ભૂમિકા

આગામી બે વર્ષમાં આઈટીઆરના વેરિફિકેશન તાત્કાલિક ધોરણે ઓનલાઈન થશે. જેમાં કોઈ ટેક્સ ઓફિસરની ભૂમિકા નહીં હોય. આગળ જતાં સ્ક્રૂટની માટે પણ ઓફિસે નહીં જવું પડે. ટેક્સ ઓફિસર કોણ છે અને ટેક્સ આપનાર કોણ છે, આ બંને અંગે નહીં જાણ થાય.ઈન્કમ ટેક્સ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનું ઓનલાઈન સમાધાન થઈ રહ્યું છે. 99.54 ટકા ઈન્કમ ટેક્સ રિટર્ન્સે કોઈ પણ તપાસ વિના મંજૂર કરાયું છે. હવે 24 કલાકમાંથી તમામ ઈન્કમ ટેક્સ રિટર્ન પ્રોસેસ થશે અને તાત્કાલિક રિફન્ડ આપવામાં આવશે.ટેક્સ કલેકશન 2014માં 6.38 લાખ કરોડ રૂપિયાથી વધીને 12 લાખ કરોડ રૂપિયા થયું છે. 6.85 કરોડ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ થયાં છે.

https://www.youtube.com/watch?v=v_FBL-FKW9I&feature=youtu.be

5 એકર જમીનવાળા ખેડૂતોને 6 હજાર મળશે

વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિની જાહેરાત- જેમાં બે હેકટર (લગભગ 5 એકર) સુધીની જમીનવાળા ખેડૂતને દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. આ રકમ સીધા ખેડૂતનાં ખાતામાં જશે. લગભગ 12 એકર ખેડૂત પરિવારોને ફાયદો થવાનો દાવો, આ યોજના 1 ડિસેમ્બર, 2018થી લાગુ કરાઇ હતી. બે હજાર રૂપિયાનો પહેલો હપ્તો ટૂંક સમયમાં જ ખેડૂતોની યાદી બનાવીને તેમના ખાતામાં નાખવામાં આવશે. યોજનાથી સરકાર પર દર વર્ષે 75 હજાર કરોડ રૂપિયાનો ભાર આવશે.

વ્યાજમાં 5 ટકા સુધીની છૂટ
માછલી ઉછેર માટે અલગ વિભાગ બનશે. પશુપાલન અને માછલી પાલન કરનારાં ખેડૂતોને પણ ક્રેડિટ કાર્ડની મદદથી લેવામાં આવતાં કર્જના વ્યાજમાં બે ટકા વ્યાજની છૂટ પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત વિસ્તારોમાં ખેડૂતોને 2 ટકા વ્યાજ અને સમય પર દેવું પરત કરનારને વધારાનું 3 ટકા વ્યાજ માફીનો ફાયદો મળશે. આ રીતે તેઓને વ્યાજમાં 5 ટકાની છૂટ મળશે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનો લાભ મેળવવામાં મહિલાઓ અગ્રસર છે. આ અંતર્ગત 75 ટકા મહિલાઓને લાભ મળ્યો છે. પ્રધાનમંત્રી માતૃત્વ યોજનામાં મહિલાઓને 26 સપ્તાહની રજા મળે છે. તેનાથી મહિલાઓ સશક્ત થઈ છે. હાલ 6 કરોડ પરિવારોની પાસે રસોઈ ગેસનું કનેકશન છે. અગામી વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા 8 કરોડ કરવામાં આવશે.

મનરેગા માટે પણ 60 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સૌભાગ્ય યોજના અંતર્ગત માર્ચ-2019 સુધી તમામ પરિવારોને વીજળી કનેકશન મળશે.
ગરીબો માટે સરકારી નોકરીઓ અને શિક્ષામાં 10 ટકા અનામત લાગુ થવાથી બીજા આરક્ષિત વર્ગો પર અસર ન પડે તે માટે સંસ્થાનોમાં લગભગ 2 લાખ સીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગ્રામીણ ક્ષેત્રોમાં 12 લાખ લોકો ડિજિટલ સેક્ટરમાં સેવાઓ આપે છે. આગામી પાંચ વર્ષમાં એક લાખ ડિજિટલ ગામ બનશે. ગ્રામીણ ક્ષેત્રોમાં 5 વર્ષમાં 35 કરોડ જનધન ખાતા ખોલશે. તેનાથી લોકો માટે સરકારી યોજનાઓનો લાભ લેવાનું સહેલું થઈ ગયું છે.

વડાપ્રધાન શ્રમ યોગી માનવધન મેગા પેન્શન યોજના લોન્ચ કરવામાં આવી છે. આ અંતર્ગત અન-ઓર્ગેનાઈઝડ સેકટરમાં કામ કરનાર શ્રમિકોને 60 વર્ષ બાદ 3 હજાર રૂપિયાનું પેન્શન દર મહીને આપવામાં આવશે. સરકારે દાવો કર્યો છે કે અનઓર્ગેનાઈઝડ સેકટર માટે છેલ્લા 5 વર્ષમાં કદાચ વિશ્વની સૌથી મોટી પેન્શન યોજન થશે. આ અંતર્ગત 10 કરોડ શ્રમિકોને ફાયદો થશે.

પશુપાલકો અને માછલી ઉછેર કરતાં લોકોને ખેડૂત ક્રેડિટ કાર્ડથી લોન પર 2%ની વ્યાજ સબસિડી.

નવી પેન્શન સ્કીમમાં સરકારના યોગદાનને 4 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવ્યું છે. જે લોકો 21 હજાર રૂપિયા દર મહિને કમાય છે. તેમને બોનસ મળશે. આ બોનસ 7 હજાર કરવામાં આવ્યું છે. ગ્રેજ્યુઇટીની સીમા 10 લાખથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે. ઘર ખરીદનારને જીએસટી દ્વારા સરકાર બીજી રાહત પણ આપશે.

 

 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button