જીઓ ગીગાફાઇબરને ટક્કર આપવા માટે BSNLએ જારી કર્યો ધાંસુ પ્લાન, મળશે આટલો ડેટા
BSNLએ રિલાયન્સ જિયોને ટક્કર આપવાની તૈયારીમાં છે. આ વખતે મોબાઈલ પ્લાન નહી પણ હાઈ સ્પીડ ઈન્ટરનેટ પ્લાનમાં ટકરાશે. BSNL પહેલા જ કહ્યુ હતુ કે કંપની જિયોના ટેરિફ દર પર ટેરિફ ટક્કર આપવા પ્લાનને લૉન્ચ કરશે. હવે BSNLએ JioGigafiber અને Airtel V-Fiberને ટક્કર આપવા હાઈ સ્પીડ બ્રોડબેન્ડ સર્વિસ ભારત ફાઈબર લૉન્ચ કર્યું છે.
BSNLના એક અધિકારી વિવેક બંજાલે કહ્યુ કે અમને અહેસાસ થયો છે કે હવે કસ્ટમર્સ સુપર ફાસ્ટ ઈન્ટરનેટની ડિમાન્ડ કરી રહ્યા છે અને હવે તેમની પાસે પહેલા કરતા વધારે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને ઈન્ટરનેટ ટૂલ્સ છે. એટલે અમારી Fiber to the home અપગ્રેડ કરી છે. ભારતમાં ફાઈબર લૉન્ચ કરી રહ્યુ છે. આ એફોર્ડેબલ છે અને કસ્ટમર્સને હાઈ ડેટા ડિમાન્ડને પૂરા પણ કરે છે.
ભારત ફાઈબરથી કસ્ટમર્સને હાઈ સ્પીડ ડેટા અને વાઈફાઈ કનેક્ટિવિટી મળશે. કંપની અનુસાર આ સર્વિસમાં દરરોજના 35GB સુધીના ડેટા મળશે અને તેની કિંમત 1.1 રૂપિયા પ્રતિ GB હશે. આ માટે બુકીંગ BSNL પોર્ટલ શરૂ થઈ ચુકી છે.
પ્લાનની વાત કરીએતો 2,499માં દરરોજ 40GB ડેટા મળશે અને સ્પીડ 100Mbpsની હશે. તેની સાથે અનલિમિટેડ વોયસ કોલિંગ અને ફ્રી ઈમેલ આઈડી એક્સેસ મળશે. આ સિવાય 777 રૂપિયા, 1,277 રૂપિયા, અને 3,999 રૂપિયાનો પ્લાન છે.
BSNLના ભારત ફાઈબરમાં કસ્ટમર્સને 256Kbps થી લઈને 100Mbps સુધીની સ્પીડ મળશે. આની સાથે IPTV અને વોયસ ટેલીફોન સર્વિસ પણ મળશે. કંપની અનુસાર આ સર્વિસ આઈપી લીજ્ડ લાઈન, ઈન્ટરનેટ, ક્લોજ્ડ યૂઝર ગ્રુપ, VoIP, વીડિયો કોન્ફેસિંગ અને વીડિયો કોલ્સ જેવી ઇન્ટરનેટ આધારિત સર્વિસ માટે બેસ્ટ સોલ્યુશન છે.
ભારત ફાઇબર લગવવાથી યૂઝર્સના ઘર પર એક મોડેમ લગાવવામાં આવશે જેને તમે હોમ ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનેશન (HONT) કહેવામાં આવે છે. આમાં 4 ઈથરનેટના પોર્ટ હશે અને તમામ 100Mbpsની સ્પીડને સપોર્ટ કરશે.
આ ડિવાઈસમાં 2 નોર્મલ ટેલીફોન પોર્ટ્સ પણ હશે. તમામ 100Mbps પોર્ટ બ્રોડબેન્ડ, આઈપી ટીવી, આઈપી વીડિયો કોલ અને લીજ્ડ લાઈન જેવી સર્વિસ મળશે.
એટલેકે જે પણ સર્વિસ કસ્ટમર્સ લેવા માંગશે. BSNL HONT સાથે પાવર બેન્ક યુનિટ પણ આપી રહ્યુ છે. ફુલ લોડ સાથે આ 4 કલાક બેકઅપ આપશે, જ્યારે સામાન્ય વપરાશ ત્રણ દિવસનો બેકઅપ આપશે.
BSNL આ સર્વિસ માટે કોઈ એક્ટિવેશન ચાર્જ કે ઈન્સ્ટોલેશન ચાર્જ રાખ્યો નથી. સિક્યોરિટી ડિપોઝીટ તરીકે કસ્ટમર્સને 500 રૂપિયા ચુકવવાના રહેશે. આ ડિપોઝિટ ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ (ONT) માટે છે જેને ચાલુ હાલતમાં પરત કરશો તો તમને તમારી ડિપોઝીડ કરેલી રકમ પરત મળી જશે. આને તમે ભાડેથી પણ લઈ શકો છો. આ માટે દર મહીને 90 રૂપિયા એક વર્ષ માટે 1080 રૂપિયા આપવાના રહેશે.