BSNLના ગ્રાહકોને ઈ-મેઈલથી મોકલાશે બિલ, અપાશા 10 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
ભારત સંચાર નિગમ લિમિટેડ-બીએસએનએલના લેન્ડલાઈન ગ્રાહકોને એક સમયે ટેલિફોન બિલ આંગડિયા મારફતે અને ત્યારબાદ હવે પોસ્ટના માધ્યમથી મોકલવામાં આવે છે પરંતુ હાઈટેક યુગમાં સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરી કરી દીધું છે અને હવે અત્યાર સુધી અમદાવાદ સહિત રાજ્યભરના ટેલિફોન ધારકોને ગ્રાહકોને ટેલિફોન બિલ ઈ-મેલ દ્વારા મોકલવામાં આવશે.
બીએસએનએલના ગો ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત તમામ લેન્ડલાઈન ગ્રાહકોને ઈ-મેલથી બિલ મોકલવાની સાથે બિલ દીઠ દરેક ગ્રાહકને રૂ.૧૦નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ગો ગ્રીન પ્રોજેક્ટ માટે તમામ ગ્રાહકોને પોતાના ઈ-મેલ એડ્રેસ ગ્રાહક સેવા કેન્દ્ર ખાતે ફોર્મ ભરી ફક્ત એક વખત નોંધાવવાથી લાઈફટાઈમ બિલ મળશે.ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ થઇ શકશે. આ સુવિધાના કારણે ગ્રાહકોને બિલ મળવાની રાહ જોવામાંથી મુક્તિ મળશે એટલું જ નહીં ક્યારેક બિલ ન મળ્યું હોય તેવા સંજોગોમાં બિલ ભરવાનું રહી જશે નહીં તથા તેઓના ઈ-મેલ બોક્સમાં જ સમયસર ટેલિફોન બિલ મળી જશે. આ નિર્ણયના કારણે કાગળની બચત થશે, સમય બચી જશે અને પોસ્ટમાં બિલ મોકલવાનો જે ચાર્જ બીએસએનએલને થતો હતો તે હવે ગ્રાહકોને રૂ. ૧૦ના ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળશે.
હાલમાં જે ગ્રાહકોએ તેમના ઈ- મેલ રજિસ્ટર્ડ કરાવ્યા છે તેમને ઈ- બિલ અને હાર્ડકોપી બિલ બંને મળે છે જે હવે બંધ થશે અત્યારે ગ્રાહક સેવા કેન્દ્રોમાં ઈ-મેલ હાલ નોંધાઈ ગયા છે હવે માત્ર ૫ાંચ ટકા જેટલા ગ્રાહકોના જ ઈ-મેલ એડ્રેસ નોંધવાના બાકી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બીએસએનએલના ગ્રાહકોએ પોતાનું ઈ-મેલ એડ્રેસ ગ્રાહક સેવા કેન્દ્રો અથવા http://bsnlgogreen.wdc.bsnl.co.in:8080/gogreen/ લિંક પર જઈને પોતાનું ઈ-મેલ રજિસ્ટર કરાવવાનું રહેશે.