બ્રેસ્ટ કેન્સરથી બચાવશે આ તમારી આ 1 ટેવ, વાંચવા કરો ક્લિક
આજકાલની વ્યસ્ત લાઇફ સ્ટાઇલને કારણે મહિલાઓ અનેક બીમારીઓથી પીડાય છે. જેમાથી એક છે બ્રેસ્ટ કેન્સર. કોમ્પ્યુટર અને મોબાઈલના આધુનિક જમાનામાં ટેકનિકલી દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે ત્યારે આરોગ્યની બાબતે ખૂબ ચિંતાજનક પરિણામો નજરે પડે છે. તેમાં ખાસ કરીને મહિલાઓના આરોગ્ય બાબતે કેટલાંક સંશોધનો થયાં છે જેમાં મુખ્ય હેરાન કરી દેનાર બાબત જણાઈ છે તે છે સ્તન કેન્સર. સ્તન કેન્સરનું પ્રમાણ સરેરાશ સ્ત્રીઓમાં વધ્યું છે જેમાં ૪૦ વર્ષની ઉમર પછીની સ્ત્રીઓ જેમનો મેનોપોઝ પિરિયડ નજીક આવી રહ્યો હોય કે પછી જેમનું દૈનિક જીવન ખૂબ જ તણાવયુક્ત વીતતું હોય તેમને માટે આ એક જોખમી બાબત ગણાય છે.
એક તારણ અનુસાર સવારે જાગીને દિવસની શરુઆત કરવાથી મહિલાઓમાં કેન્સર અને ખાસ કરીને સ્તન કેન્સર થવાની શક્યતાઓમાં ઘટાડો જોવા મળે છે. વહેલી ઊઠનારી સ્ત્રીઓ કરતાં મોડી ઊઠનાર સ્ત્રીઓમાં ૪૦% જેટલું જોખમ વધારે જોવા મળે છે, કારણ કે સાતથી આઠ કલાક જેટલું વધારે પડતા કલાકો અને મોડે સુધી સૂઈ રહેવાથી શરીરમાં અસુખ અને અચેતન આવે છે. શરીર કથળે છે કેમ કે બેઠાડુ જીવન વધ્યું છે અને એ માંદગીનું પહેલું એંધાણ છે. જેને દૈનિક ક્રિયાઓને અને રોજિંદા જીવનને બદલીને જ સુધારી શકાશે.
બ્રિટનન એક કેન્સર અંગેના સંશોધનકારે તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે જે સ્ત્રીઓ રાતે મોડે સુધી સૂઈ નથી શકતાં અને સવારે પણ મોડેથી જાગે છે તેમને માટે સ્તન કેન્સરના જોખમનું પ્રમાણ વધારે છે. ખાસ કરીને રાતપાળીની નોકરી કરતી સ્ત્રીઓ અને અનિંદ્રાથી પીડિત સ્ત્રીઓમાં આ બાબત વધારે નકારી ન શકાય. એ સંશોધકના મતે સ્ત્રીઓના શરીર પર સૂર્યકિરણની ખૂબ અસર પડે છે અને સવારના તડકામાં રહેવું તેમને માટે ખૂબ જરુરી છે કેમ કે ઉમર વધવાની સાથે વિટામિન ડી અને કેલ્શિયમની ખામી વધે છે જેમાં સૂર્યપ્રકાશમાં રહેવું અક્સીર ઇલાજ છે.
આ પ્રકારના જોખમને એક દિશાસૂચન સમજીને સવારે વહેલાં જાગવાની અને સૂર્યપ્રકાશની સામે રહેવાની બાબતને સૌએ દિવસની દિનચર્યામાં અચૂક રહેવાની ટેવ પાડી દેવી જોઈએ. આમેય કુદરત સાથે તાલમેલ કરીને જીવવાથી જીવન વધુ સ્વાસ્થ્યપ્રદ રહે છે, એ વાત તો ચોક્કસથી સર્વ સ્વીકાર્ય છે.