લાઇફ સ્ટાઇલ

બ્રાની પટ્ટીના પડી ગયા છે નિશાન, તો ફોલો કરો આ બ્યુટી ટિપ્સ

બ્રા મહિલાઓની રેગ્યુલર જરૂરિયાતમાંથી એક છે. સારા ફિગરની સાથે જ શરીરને તે સ્વસ્થ બનાવે છે. પરંતુ ડેલી રુટિનમાં પહેરવાના કારણથી તે આપણી ત્વચાથી એકદમ ચોંટી જાય છે. સુડોળ અને સુંદર સ્તનો માટે મહિલાઓ બ્રા પહેરે છે. જો તે બ્રા ખૂબ ટાઇટ છે તો તમારા ખભા, પીઠ અને છાતી પર નિશાન બની જાય છે. એવામા સૌથી પહેલા યોગ્ય સાઇઝની બ્રા પહેરવાની શરૂ કરવી જોઇએ.  સિવાય પહેલાથી પડી ચૂકેલા બ્રાના નિશાનને દૂર કરવા માટે કેટલાક નુસખા અજમાવી શકો છો.

ઢીલી સ્ટ્રેપ

આ સૌથી સહેલો ઉપાય છે. જોકે બ્રાની સ્ટ્રેપ ઇલાસ્ટિકથી બનાવેલી હોય છે. તેમા ઢીલી અને ટાઇટ કરવાનો વિકલ્પ હોય છે. તમે તમારી જરૂરિયાત મુજબ તમારી બ્રાની સ્ટ્રેપને ઢીલી કરો જેથી તમારી ત્વચા પર કોઇ નિશાન ન રહે. આ રીત હંમેશા અપનાવશો તો બ્રાના ખભા અને પીઠ પડનારા નિશાનની સમસ્યા નહીં થાય.

એલોવેરા જેલ

આ જેલ બજારમાં ખૂબ સહેલાઇથી મળી જાય છે. રાત્રે સૂતા સમયે તમારી ત્વચા પર એલોવેરા જેલ લગાવો જેથી સવાર સુધીમાં ઠંડક થશે અને થોડાક દિવસોમાં બ્રાની પટ્ટીના નિશાન ઓછા થવા લાગશે.

પેટ્રોલિયમ જેલી

જો તમે તમારી બ્રા સ્ટ્રેપ કે ઇલાસ્ટિકથી પરેશાન રહો છો તો પેટ્રોલિયમ જેલીથી પરેશાન રહો છો તો પેટ્રોલિયમ જેલી તમને ખૂબ કામ આવી શકે છે. પેટ્રોલિયમ જેલી તમારી ત્વચાને મુલાયમ બનાવે છે. તેનાથી શરીરના તે ભાગ પર લગાવો જ્યાં બ્રાની ઇલાસ્ટિકથી વધારે સમસ્યા થાય છે. તેનાથી તમારી ત્વચાની પૂર્ણ રીતે સાચવણી કરી શકાય. આ ઉપાય કરવાથી ચકામા પડતા નથી અને જો પહેલાથી નિશાન હોય છે તો તે પણ ધીમે-ધીમે ઓછા થઇ જાય છે.

સ્ક્રબ કરો

બ્રા વધારે ટાઇટ હોય છે જેના કારણેથી સ્કિન શ્યામ પડી જાય છે. તે દાઘ દેખાવમાં સારા લાગતા નથી. જો તમને આ પણ આ સમસ્યા છે તો તમે સ્ક્રબિંગ કરીને તેને દૂર કરી શકો છો. તમારા આખા બ્રા એરિયાની સ્ક્રબિંગ યોગ્ય રીતે કરો. તેનાથી આ એરિયાની ડેડ સ્કિન નીકળી જશે. અઠવાડિયામાં એક વખત આ રીતે સ્ક્રબિંગ કરશો તો નિશાન નહીં રહે.

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button