લોકસભા ચૂંટણી ની તૈયારી બંને પક્ષ એ શરૂ કરી દીધી છે
લોકસભા ચૂંટણી ની તૈયારી બંને પક્ષ એ શરૂ કરી દીધી છે ભાજપ પોતાના કરેલા કામો આગળ ધરી બહુમત મેળવવાનાં પ્રયાસ કરી રહી છે તો સામે પક્ષે કોંગ્રેસ પણ ભાજપ અને મોદી ને ઘેરવાનો પ્રયાસ કરી બહુમત થી દુર રાખવાનો પ્રયત્ન કરી રહી છે .બંને પક્ષ દ્વારા ગુજરાતમાં પણ રાજકારણ ગરમાતુ હોય છે નરેન્દ્ર મોદી એ જાહેર કરેલા ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત 6 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું છે એ મુદ્દે રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ખેડૂત માટે મજાક નો મુદ્દો બનાવીને પ્રેસ કોંફરન્સ કરી જણાવ્યું કે ખેડૂતો નું અપમાન કર્યું છે.
https://www.youtube.com/watch?v=MPHglDc7ZAw&feature=youtu.be
ભાજપ પણ કોંગ્રેસ ઉપર વડતો પ્રહાર કરવા બીજેપી અધ્યક્ષ જીતુ વાઘણી દ્વારા એમના નિવાસસ્થાને આ સંદર્ભમાં પ્રેસ નું આયોજન કર્યું હતું એમને જણાવ્યું કે કોંગ્રેસ અને એના કહેવાતા નેતા ભારત અને ગુજરાત એ રિજેક્ટ કર્યા છે. લોકસભા માં માત્ર 44 સીટ અને ગુજરાત માં બીજપી ને 6 વાર બહુમત આપ્યો છે તો કોંગ્રેસ ખોટી અફવાઓ ફેલાવી રહી છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી એ 6 હજાર રૂપિયા ની સહાય શરૂ કરી છે એ કોંગ્રેસ જોઈ શકતી નથી. શ્રીમાન અને જરૂરિયાત ખેડૂતો ને આ યોજનાનો લાભ મળશે કોંગ્રેસ ખોટી ભ્રમણા ફેલાવી રહી છે કે ખોટા જુઠ્ઠાણું ફેલાવી રહી છે અને દેશ માં પ્રથમ વખત આવું કામ કરનાર બીજેપી ની સરકારે શરૂ કરી છે આ સહાય 18 વર્ષ થી ઉપરનું બાળક હોય એને પણ આ સહાય મળવાની છે કોંગ્રેસ આટલું શાસન માં રહી પણ ખેડૂત સન્માન નિધિ યોજના કેમ શરૂ ન કરી કૃષિ વિભાગ પચાયત વિભાગ રેવન્યુ વિભાગ દરેક વિભાગ દ્વારા આ યોજનાનો લાભ મળે એ માટે ફોર્મ ભરવાના શરૂ કરી દીધા છે ખેડૂતોની પેઢીઓને લાભ મળે એ માટે સરકાર કામ કરી રહી છે અને કોંગ્રેસ દ્વારા ખાલી ખેડૂત મુદ્દે રાજનીતિ કરી છે એટલે ગુજરાત કે ભારત ના ખેડૂતો ના વિશે ખોટી અફવા ના ફેલાવે છે અને અમિત શાહ ના ગુજરાત પ્રવાસ નું આયોજન વિશે કહેતા જણાવ્યું કે અમિત શાહ આવતી કાલ થી 2019નાં વિજય ચૂંટણી અભિયાન ની શરૂઆત કરી રહ્યા છે આવતી કાલે ગુજરાત બીજેપી ના તમામ પ્રકાર ના હોદ્દેદારો “મારુ ઘર ભાજપ નું ઘર” આ અભિયાન શરૂ થશે 12,13 અને 14 તારીખ થી લાખો ની સંખ્યા માં ધ્વજ અને સ્ટીકર લગાવવા માં આવશે અને 2019માં બહુમતી થી આવે એ રીતે સંકલ્પ કરશે આવતી કાલે દાહોદ પંચમહાલ અને છોટા ઉદેયપુર આ 3 જિલ્લા નું ક્લસ્ટર ગોધરા માં યોજાવા જઈ રહ્યું છે. જેમાં બીજેપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત ના પ્રભારી ઓમ માથુર અને વિજય રૂપાણી ની ખાસ હાજરી રહેશે.