છોટા નવાબ તૈમુર અલી ખાન થયો 2 વર્ષનો- જુઓ તેની ક્યૂટ તસવીરો
કરીના અને સૈફ અલી ખાનના પુત્ર તેમૂરનો જન્મદિવસ છે. 2 વર્ષનો તૈમૂર ખાસ કરીને સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. તૈમૂરનો જન્મદિવસ કરીના અને સૈફ અલી ખાન હાલ કેપટાઉનમાં મનાવી રહ્યા છે. છોટા નવાબનો જન્મદિવસ ખુબજ સ્પેશ્યિલ રીતે મનાવવામાં આવ્યો છે.
તેના ફોટાઓ અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તૈમૂરે સોશિયલ મીડિયા પર ફેમસ રહ્યો છે. તે જ્યાં પણ જાય ત્યાંના ફોટા કે વીડિયો વાયરલ થાય છે તેને પ્રશંસકો જોવા હંમેશા આતુર હોય છે. આટલી નાની ઉંમરમાં તેના નામે સોશિયલ મીડિયા પર ફેન પેજ ચાલી રહ્યુ છે જ્યાં મોટી સંખ્યામાં તેના ફોલોઅર્સ છે.
તેના ફોટાઓ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે. સૈફ અલી ખાન હોય કે પછી કરીના કપૂર ખાન તૈમૂરના બાળપણને ખુબજ માણી રહ્યા છે. કેટલાક ખાસ ફોટાઓમાં આ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે. તો આજે તમે પણ જૂઓ તૈમૂરની આવી કેટલીક લાક્ષણિક તસવીરો.