મનોરંજન

પુલવામાં હૂમલો: બોલીવુડ પર ભડક્યો સોનુ નિગમ, તમે કેમ દુખી, દુખ મનાવવું RSSનું કામ

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં CRPFના 38 જવાનો શહીદ થયા છે. તેમની આ શહીદી પર દેશભરમાંથી આકરી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બોલીવુડ હસ્તીઓએ પણ આ હુમલાની આકરી ઝાટકણી કાઢી છે. પરંતુ જાણીતા ગાયક સોનુ નિગમે તો આતંકી હુમલા બાદ કોઈનું નામ લીધા વગર ટિપ્પણી કરી છે.

સોનૂ નિગમે ગુસ્સાના અંદાજમાં કહ્યું હતું કે, જવાનોની શહીદીનો અફસોસ તમે કેમ કરો છો? તમે તો ભારત તેરે ટુકડે હોંગે… જેવી વિચારધારા ધરાવતા સેક્યુલર લોકો છ. એક વીડિયોમાં સિંગર કહે છે કે, સાંભળ્યું છે કે, તમે ખુબ જ હોબાળો મચાવી રહ્યાં છો. દુખ વ્યકત કરી રહ્યાં છો કારણ કે CRPFના જવાનો શહીદ થયા છે. 44 જવાનો હતા. અરે 44 હોય કે 440 હોય પણ તમે આટલુ દુખ કેમ વ્યક્ત કરી રહ્યાં છો. આમાં દુખ લગાડવાની ક્યાં વાત છે. તમે એ કરો જે આ દેશમાં યોગ્ય છે, જે સેક્યુલર લોકો કરે છે. આ વાત પર દુખ વ્યક્ત્ત કરવાનું કામ ભાજપ, RSS, હિંદુત્વવાદી, રાષ્ટ્રવાદી સંસ્થાઓ પર છોડી દો. તમે તો એ જ કરો જે સેક્યુલર લોકો કરે છે.

ત્યાર બાદ સોનૂ નિગમ વીડિયોમાં એમ કહેતા પણ નજરે પડે છે કે, ભારત તેરે ટુકડે હોંગે…. અફઝલ હમ શરમિંદા હૈ.. બોલો. તમારે ભારતમાં રહેવું હોય તો આ પ્રકારની સેક્યુલર વિચારધારા રાખવી જોઈએ. અહીં વંદે માતરમ ગાવું ખોટું છે. CRPFના જવાનોના મોત પર દુખ ના વ્યક્ત કરો. નમસ્તે પણ ના બોલો,,, લાલ સલામ બોલો. સોનુ નિગમે આ કટાક્ષ એ બોલીવુડ હસ્તીઓ પર કર્યો છે જે દરેક મુદ્દે માનવાધિકારની વાતો કરતા આવે છે.

ગઈ કાલે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 38 જવાનો શહીદ થયા હતાં. આ ઘટના પર બોલીવુડ સ્ટાર્સ અનુપમ ખેર, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર, અજય દેવગણ, વરૂણ ધવન સહિતના તમામે દુખ વ્યક્ત કર્યું હતું અને પોતાનો આક્રોશ પ્રગટ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button