‘મણિકર્ણિકા’માં એક્સ GFના લુકને જોઇને પોતાને ન રોકી શક્યો સુશાંત, કરી દીધી એવી કોમેન્ટ
ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે જલદી જ ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન્સ ઓફ ઝાંસીથી બોલીવુડ ડેબ્યુ કરવા જઇ રહી છે. ફિલ્મમાં અંકિતાનું પાત્ર ઝલકારી બાઇનું છે. હાલમાં અંકિતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું લુક શેર કર્યું છે. તેની તસવીર જોયા બાદ અભિનેતા અને અંકિતાના એક્સ સુશાંત સિંહ રાજપૂતે રિએક્શન આપ્યું છે.
સુશાંતે તેની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાની પહેલી બોલીવુડ ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીમાં તેના પહેલા લુકના વખાણ કર્યા છે. તેણે લખ્યું છે કે ખૂબ સરસ લાગી રહી છે અંકિતા! હું એ જોઇને ખૂબ ખુશ છું. ભગવાન તને ખૂબ ખુશી આપે. તેનો જવાબ આપતા અંકિતાએ કહ્યું, આભાર સુશાંત. તારા માટે પણ આ કામના કરું છું. તેની પર કોમેન્ટ કરતા સુશાંતે રવિવારે કહ્યું, મે તસવીર જોઇ ખરેખર સારી લાગી. હું તેના માટે અંકિતાને શુભેચ્છા પાઠવવા માંગું છું. જે મેં આપી.
જ્યારે સુશાંતને પુછવામાં આવ્યું કે તે બોલીવુમાં શરૂઆત માટે અંકિતાને વ્યક્તિગત રીતે શુભેચ્છા પાઠવશે. તો તેને કહ્યું કે હું રીઅલ લાઇફમાં જેવો છું એજ હું ડિઝિટલ મંચ પર પણ છું. જેથી મેં જે કોમેન્ટ પોસ્ટ કરી છે લોકોને બતાવવા માટે નહીં પરંતુ ખરેખર શુભેચ્છા પાઠવવા માંગતો હતો અને તેનો જવાબ અંકિતાએ પણ આપ્યો. તો હવે મને નથી લાગતું કે અલગથી વાતચીત કરવાની કોઇ જરૂરત છે. સુશાંતના વર્કફ્રન્ટની વાત કરો તો તે જલદી જ તરુણ મનસુખાનીની ફિલ્મ ડ્રાઇવ અને અભિષેક ચોબેની ફિલ્મ સોન ચિરૈયામાં નજર પડશે.