ટોટલ ધમાલ ફિલ્મ રિવ્યુ- દિમાગ પર જોર આપવાનું મન નથી તો આ ફિલ્મ તમારા માટે છે
કેટલીક ફિલ્મો એવી હોય છે તે તમારા મગજને પડકાર આપે છે અને જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તમે ફિલ્મમાં ડૂબવા લાગો છો. પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જેના માટે તમારે તમારું મગજ ઘરે મૂકીને જવું પડતું હોય છે. કંઇક એવી જ છે ઈન્દ્ર કુમારની મલ્ટીસ્ટાર્ર ફિલ્મ ‘ટોટલ ધમાલ’. જોકે આ ફિલ્મના ટ્રેલરથી જ લોકોને ખબર પડી ગઈ હતી કે આ ફિલ્મ કોઈ પણ લોજિક અને તર્ક સાથે સંબંધ રાખે એવી કોઈ સંભાવના નથી.
ફિલ્મ- ટોટલ ધમાલ
રેટિંગ-2/5
તમને બતાવી દઈએ કે ઈન્દ્ર કુમાર જેમને ‘દિલ’ અને ઈશ્ક’ જેવી મજેદાર રોમાંટિક કોમેડી ફિલ્મો બનાવી છે તેમની આ ફિલ્મ ટોટલ ધમાલ સારી કોમેડી ફિલ્મ તરીકે પોતાનું સ્થાન મેળવી શકી નથી. ટોટલ ધમાલમાં બોલિવુડના કેટલાક મોટા સિતારા છે જેમાં અનિલ કપૂર, અજય દેવગન, માધુરી દીક્ષિત, રિતેક્ષ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, બોમન ઈરાની, જોની લીવર, સંજય મિશ્રા અને મહેશ માંજરેકર સામેલ છે. આ મલ્ટી સ્ટાર દર્શકોને થિયેટર સુધી તો લાગવવામાં સફળ રહી પરંતુ નબળી વાર્તાને લીધે ફિલ્મ દર્શકોને ભરપૂર મનોરંજન આપવામાં નિષ્ફળ રહી છે.
કહાની?
પોલીસ કમિશ્નર બનેલા બોમન ઈરાનીના ચોરીના પૈસાને એક હોટલની બિલ્ડિંગથી રાધે બ્રો(અજય દેવગન) અને જોની(સંજય મિશ્રા) ચોરી લે છે. પછી એ પૈસા ડ્રાઇવર બંટી(મનોજ પહવા) લઈને ભાગી જાય છે અને એક ઓમકાર ઝૂમાં સંતાડી દે છે. ત્યાર બાદ ડ્રાઇવરની મોત એક હેલીકોપ્ટર એક્સિડેન્ટમાં થઈ જાય છે. પરંતુ મરતા પહેલા ડ્રાઇવર 50 કરોડ રૂપિયાની માહિતી લલ્લન(રિતેશ દેશમુખ), ફિંગુર, આદિ(અરશદ વારસી), માનવ(જાવેદ જાફરી), અવિનાશ(અનિલ કપૂર) અને બિંદૂ(માધુરી દીક્ષિત)ને આપે છે. તેના પછી શરૂ થાય છે 50 કરોડના ખજાનાને પ્રાપ્ત કરવાનો ખેલ.
કેવી છે ફિલ્મ?
50 કરોડ મેળવવાની ભાગદોડ વચ્ચે કોમેડી સીનની તો ભરમાર છે. પરંતુ કેટલાક વાર જૂના પંચ લાઈન ફરીથી સાંભળવા મળે એવું લાગે છે. જૂની ધમાલ જે લોકોએ જોઈ છે તેમને આ ફિલ્મમાં કંઈક નવું જોવા મળે એવી સંભાવનાઓ ઓછી છે. ફિલ્મનો પહેલા ભાગ કેરેક્ટર્સને ઇન્ટ્રોડ્યૂસ કરવામાં જાય છે. પરંતુ માધુરી અને અનિલ કપૂરની કેમેસ્ટ્રી લોકો પસંદ આવશે. ઉપરાંત ફિલ્મમાં તેમને સોનાક્ષી સિન્હાનું સોન્ગ અને જેકી શ્રોફની આવાજનો આનંદ પણ ઉઠાવી શકો છો. ફિલ્મના બીજા હાફમાં તેમને અજયની અન્ય ફિલ્મોની જેમ કોમેડી જોવા મળશે. અંતે ફિલ્મની વાર્તા જૂની ધમાલ ફિલ્મથી અલગ હોત તો આ મલ્ટિસ્ટાર્ર ફિલ્મની ચમક વધુ વધી હોત.
આ ફિલ્મમાં તમને મલ્ટિસ્ટાર્રની સાથે અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની કેમેસ્ટ્રી ઘણા સમય પછી જોવા મળશે. અજય અને અન્ય કલાકારોની કોમેડી પણ તમને પસંદ આવશે. જો તમે ઘરે બોર થઇ રહ્યો છો તો તમે આ કોમેડી ફિલ્મ જોવા જોઈ શકો છો પરંતુ આ ફિલ્મ જોવા માટે તમારે મગજને ઘરે મૂકીને જવું પડશે.