કેન્સર સર્જરી બાદ રાકેશ રોશનની પ્રથમ તસવીર આવી સામે, જુઓ PHOTO
બે દિવસ પહેલા જ્યારે બોલીવુડ સુપરહિરો રોશને પોતાના ફિલ્મમેકર પિતા રાકેશ રોશનને કેન્સરની સર્જરીના અહેવાલ આપીને તમામને ઝાટકો આપ્યો હતો. રાકેશ રોશન અને ઋતિક રોશનના ફ્રેન્સ તો તેમના માટે ભગવાનને પ્રાર્થનાઓ પર કરી રહ્યા હતા, સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાકેશ રોશનને જલ્દીથી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી હતી. હવે આટલા લોકો પ્રાર્થના કરે તો તેની થોડીક તો અસર થાયને. બસ કંઇક આવો નજારો જોવા મળ્યો હતો. એટલા માટે સર્જરીના બીજા દિવસે જ રાકેશ રોશનની તસવીર સામે આવી છે, જેમાં તે ઘણા પોઝેટિવ નજરે પડી રહ્યા છે.
Cant stop. Wont stop.
We begin again.
And again. pic.twitter.com/Zs9Kzb7TyD— Hrithik Roshan (@iHrithik) January 11, 2019
ઋતિક રોશને જ્યારે 10 જાન્યુઆરીએ પોતાનો 45મો બર્થ-ડે મનાવ્યો ત્યારે ક્યાંય કેક કાપી નહોતી, પરંતુ ઋતિક સીધો પોતાના પિતાની પાસે હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં આખા પરિવારે ડબલ સેલીબ્રેશન કર્યું હતું. પહેલું સેલિબ્રેશન ઋતિકનો બર્થડે અને તેના કરતા પણ મોટું સેલીબ્રેશન હતું રાકેશ રોશનના ગળાનું સક્સેસ કેન્સર સર્જરીનુંપોસ્ટ કરવામાં આવેલી તસવીરોની ખાસ વાત એ છે કે રાકેશ રોશન કોઇ બેડ પર સૂતેલા નથી, તેઓ સેલિબ્રેશનમાં સામેલ થયા નહોતા પરંતુ તેમને જોઇને લાગી રહ્યું હતું કે સર્જરી તો બાદમાં તે કેન્સરને પહેલાથી જ પોતાના આત્મવિશ્વાસથી હરાવી ચૂક્યા હોય. રાકેશ રોશનના નાકમાં નળી નજરે પડી રહી છે, પરંતુ ત્યારે પણ રાકેશનો આત્મવિશ્વાસ જોવા જેવો છે, તે ફેમિલીની સાથે ફોટો પડાવવા માટે પુરી એનર્જી સાથે ઉભા છે.
રાકેશ રોશન પહેલા કરતા ઘણા અલગ લાગી રહ્યા છે. અત્યારે પણ તેમના શરીરમાં નળીઓ લાગેલી છે. સાથે તેમના ગળા પર સામાન્ય સોજો નજરે પડી રહ્યો છે. તસવીર શેર કર્યા બાદ ઋતિક રોશને કેપ્શનમાં લખ્યું- તે ઉભા થઇ ગયા છે. આ છે પ્રેમની તાકાત. આજનો દિવસ ખુબ જ સારો હતો.