મનોરંજન

કંગના રનૌતે હવે ડાયરેક્ટરને આપ્યો પડકાર, કહ્યું કે…

અભિનેત્રી કંગના રનૌતે ‘મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી’ના ડિરેક્શન મામલે ક્રિશે તેના ક્રેડિટ હડપી લેવાનો જે આરોપ લગાવ્યો છે એ સાવ ખોટો છે. કંગનાએ કહ્યું છે કે તેને આ ફિલ્મના ડિરેક્ટર હોવાનો જે શ્રેય આપવામાં આવ્યો છે એ વિશે કંઈપણ કહેવું ખોટું છે. જે લોકોએ આ આરોપ સાબિત કરી બતાવવો જોઈએ અને આ વિશે મીડિયામાં આરોપ મૂકવાથી કંઈ નહીં મળે.

કંગનાએ વિવાદની આગમાં ઘી ઉમેરતા કહ્યું છે કે જે લોકો દાવો કરી રહ્યા છે છે કે તેમને ફિલ્મમાં મુખ્ય ભુમિકા મળવી જોઈએ તેમણે આ માટે આકરી મહેનત કરવી જોઈએ. જાહેરમાં રોદણાં ગાવાથી કંઈ નહીં મળે. હું મારા આત્મવિશ્વાસથી ફિલ્મ નિર્માતા બની છું. હું હવે જે ફિલ્મ ડિરેક્ટ કરીશ એ મણિકર્ણિકાથી બહેતર હશે. કંગનાએ ક્રિશને પડકાર ફેંક્યો છે કે સોનુ સુદ, મિષ્ટી ચક્રવર્તી અને અપૂર્વ અસરાનીની આખી ટીમ સાથે મળીને ક્રિશે મને પાઠ ભણાવવા માટે મારાથી પણ સારી ફિલ્મ બનાવવી જોઈએ.

ફિલ્મ મણિકર્ણિકા રિલીઝ થઇ ચૂકી છે ત્યારે ડિરેક્ટર ક્રિશે કંગના ઉપર આરોપ લગાવતાં કહ્યું હતું કે ફિલ્મ સોના જેવી હતી, પણ કંગનાએ તેને ચાંદી જેવી બનાવી દીધી હતી. ફિલ્મ મેં જ્યારે શૂટ કરી હતી ત્યારે તેને મારા બાળકની જેમ શૂટ કરી હતી અને મને ખાત્રી થઇ કે તે સોના જેટલી સુંદર બની છે. કંગનાએ મને પછી જણાવ્યું કે તેને ચારથી પાંચ દિવસ પાછળથી થોડું વધારે શૂટિંગ કરવું છે અને તે તેણે કરેલા શૂટિંગની તમામ માહિતી મને આપશે. આ પછી ફિલ્મના ઘણા પાર્ટ તેણે રિશૂટ કર્યા. આ કારણે ફિલ્મ જે રીતે બનવી જોઇતી હતી તેનાથી તદ્દન અલગ બની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button