ગુસ્સાથી ભરપૂર છે મણિકર્ણિકાનું નવું પોસ્ટર, ટ્રેલરની રિલીઝ ડેટ આવી સામે
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનું હાલમાં એક નવું પોસ્ટર રીલીઝ થયું છે. પોસ્ટરમાં રાણીનું લુક તેની પર સુંદર લાગી રહ્યું છે. તેની સાથે ફિલ્મ રીલીઝ ડેટ પણ સામે આવી ગઇ છે. ફિલ્મનુ ટ્રેલર 18 ડિસેમ્બર 2018એ રિલીઝ કરવામાં આવશે. આ ટ્રેલર રિલીઝની દરમ્યાન એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવાની વાત સામે આવી છે.
આ ઇવેન્ટમં કંગના રણૌત સિવાય ટીમના બાકી લોકો પણ હાજર રહેશે. જણાવી દઇએ કે આ ફિલ્મમાં કંગના રાણી લક્ષ્મીબાઇનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમા તે સહનિર્દેશક પણ છે. મળતી માહિતી મુજબ ફિલ્મના દર્શકો માટે મોટા પાયે બનવવામાં આવી છે. આ ફિલ્મમાં રાણીના સંઘર્ષની સાથે રાણીની અસાધારણ યાત્રા ફિલ્મી પડદા પર બતાવવામાં આવશે.
આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. ગત દિવસોમાં કંગનાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ફિલ્મના ટ્રેલરના લોન્ચને લઇને ખૂબ ઉત્સાહિત છું. કંગનાની ફિલ્મ 25 જાન્યુઆરી 2019એ રિલીઝ કરવામાં આવશે.