રિલીઝથી પહેલા વિવાદોમાં કંગના રનૌતની ફિલ્મ, અભિનેતાએ કરી ફરિયાદ
કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા આગામી 25 જાન્યુઆરીએ રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મ રિલીઝથી પહેલા જ વિવાદોમાં ફસાતી નજરે પડી રહી છે. અભિનેતા એન્ડી વૉચ ઇચને નિર્માતાઓ પર ફીની ચુકણી ન કરવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મમાં કંગના લીડ રોલમાં છે અને ઝાંસીની રાણી લક્ષ્મીબાની ભૂમિકા ભજવી રહી છે.
ફિલ્મનું પ્રોડક્શન જી સ્ટૂડિયોના કમલ જૈન અને નિશાંત જૈનની સાથે મળીને કર્યું છે. અભિનેતા વૉચ ઇચે ફિલ્મમાં અંગ્રેજ ઓફિસરની ભૂમિકા ભજવી છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારને રિલીઝ કરવામાં આવ્યું અને તે યુટ્યૂબ પર વાયરલ થઇ રહ્યું છે. જ્યારે અભિનેતા વૉચે સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરી છે.
તેમણે એક ટ્વીટ કરીને લખ્યું આજે મણિકર્ણિકાનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. મને હાલ પણ પ્રોડક્શન હાઉસથી કામ કરવા માટે પૂરા પૈસા આપવામાં આવ્યા નથી. જોકે, બાદમાં વૉચે તેમનું આ ટ્વીટ સોશિયલ મીડિયાથી હટાવી પણ લીધું. વાત કરીએ ફિલ્મની તો તેમા ન માત્ર કંગનાએ એક્ટિંગ કરી છે પરંતુ તેના પૈચ વર્ક સીન્સનું નિર્દેશન પણ તેમણે કર્યું છે.