હાર્દિક પંડ્યા પર ગુસ્સે થઇ એલી અવરામ, કહી દીધી આવી વાત
ક્રિકેટર હાર્દિક પંડ્યાની એક્સ ગર્લફ્રેન્ડ એલી અવરામે પણ હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ વિવાદ પર પોતાનું નિવેદન આપ્યું હતું. એલી અવરામ હાર્દિકનાં ભાઈ કુણાલનાં લગ્નમાં પણ જોવા મળી હતી અને આ કારણે બંનેનાં અફેરની ચર્ચાએ જોર પકડ્યું હતુ. જોકે ત્યારબાદ બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કરણ જોહરનાં શોમાં હાર્દિક પંડ્યાએ મહિલાઓને લઇને વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા.
એલી અવરામ તાજેતરમાં 25માં એસઓએલ લોયલ અઓર્ડ્સમાં જોવા મળી હતી. એલી અવરામે હાર્દિક પંડ્યાએ આપેલા નિવેદનથી થયેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હું હાલમાં જ ભારત પરત ફરી છું અને ઘણાં પત્રકારો મને આ મુદ્દે પ્રશ્ન પુછી રહ્યા છે પરંતુ મને કોઈ આઈડિયા નથી કે કયાં મુદ્દે વાત થઈ રહી હતી. જોકે ત્યારબાદ મેં કેટલીક ફૂટેજ જોઈ અને હું એ કહી શકું છું કે જે રીતે તે વાત કરી રહ્યો હતો તે ઘણું જ ખરાબ હતું.
મને થોડુંક આશ્ચર્ય પણ થયું કારણ કે જે હાર્દિક પંડ્યાને હું જાણતી હતી તે આવો નહોતો. જોકે મને લાગે છે કે, આ સારું છે કે લોકો આવા વ્યવહાર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કારણ કે સમય આવી ગયો છે જ્યારે લોકોને ભાન થાય કે આ રીતનાં વિચાર યોગ્ય નથી અને આવા વિચારોને દર્શાવવાથી તમે કૂલ થઈ જતાં નથી. એલીએ વધુમાં કહ્યું હતું કે, આપણે 2019માં છીએ અને આજનાં સમયમાં મહિલાઓ પાસે પણ અવાજ છે. તેઓ પોતાના માટે ખુદ ઊભી થઈ શકે છે અને મને લાગે છે કે કોઇપણ મહિલા માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો યોગ્ય નથી. હું તો એમા વિશ્વાસ કરું છું અને જે થઈ રહ્યું છે તે યોગ્ય થઈ રહ્યું છે.