લગ્ન બાદ નામ બદલવાને લઇને દીપિકા પાદુકોણે કહ્યું કંઇક એવું કે…
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નને આજે 2 મહિના થઇ ગયા છે. આ કપલે 14 અને 15 નવેમ્બર 2018 એ ઇટલીના લેક કોમોમાં લ્ગન કર્યા હતા અને ત્યારબાદથી સતત અત્યાર સુધી હેડલાયન્સમાં હોય છે. લગ્ન બાદ દીપિકાએ એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યું અને એક શો માં પણ તે સામેલ થઇ હતી. આ શો માં દીપિકાએ રણવીરને બધાની સામે રણવીર સિંહ પાદુકોણ કહ્યું હતું. જ્યારે તાજેતરમાં ઇન્ટરવ્યૂ દરમિયાન દીપિકાને સરનેમ ચેન્જ કરવા પર પ્રશ્ન કરવામાં આવ્યો તો દીપિકાએ જવાબ પણ આપ્યો.
સામાન્ય રીતે કોઈ પણ યુવતી લગ્ન કરે તો આપણી ભારતીય પરંપરા છે કે તે તેના પતિની સરનેમ ધારણ કરે છે આવુ એટલે પણ કરે છે કેમકે આવું કરવાથી તે તેની દરેક સંપત્તિની હકદાર બને છે. સાથે સાથે એવો પણ ટ્રેન્ડ છે કે જો મહિલા ઈચ્છે તો તે પોતાની બે સરનેમ રાખી શકે છે.
દીપિકાએ કહ્યું, ‘આ સાચું નથી. પરંતુ આ ઇન્ટરવ્યૂ બાદ મને અહેસાસ થયો કે સરનેમ ચેન્જની વાતચીત રણવીર અને મારા વચ્ચે ક્યારેય થઇ નથી. અમારી વચ્ચે ક્યારેય પણ આ પ્રકારની વાત નથી થઇ કે શું તમારે તમારી સરનેમ ચેન્જ કરવી જોઇએ? એ ચેટ એક જોક જેવું જ હતું. આ બધું અમારા માઇન્ડમાં ક્યારેય આવ્યું જ નથી. જ્યારે મને પૂછવામાં આવ્યું તો મને લાગ્યું કે ઓહ અમે આ માટે ક્યારેય વિચાર્યું જ નથી. કદાચ એટલા માટે કે આ બધું અમારા માટે જરૂરી નથી. હું મારી અલગ ઓળખ બનાવવા માટે ખૂબ જ મહેનત કરું છું અને રણવીર પણ આવું જ કરે છે. એટલા માટે મારું કહેવું છે કે એ આવું કેમ કરશે? મને લાગે છે કે અમારી હાજરી અને અસ્તિત્વમાંથી ખૂબ નાના ભાગને જોઇ શકીએ છીએ, પરંતુ સૌથી મહત્વની જે વાત છે એ એવી છે કે અમે બિલકુલ એક જેવા જ છીએ.’
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે આ કપલે જૂહુ મુંબઇમાં 50 કરોડનો બંગ્લો ખરીદ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો રણવીર હાલ પોતાની આગામી ફિલ્મ ‘ગલી બોય’ની રિલીઝની તૈયારીમાં લાગેલો છો. જ્યારે દીપિકા મેઘના ગુલઝારની આગળની ફિલ્મ ‘છપાક’ માટે તૈયાર થઇ રહી છે, જે એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલની બાયોપિક બેસ્ડ છે.