મનોરંજન

રાખી સાવંત સહિત 36 હીરો-હીરોઇનો બ્લેક મનીથી નેતાઓ માટે પ્રચાર કરવા તૈયાર, કોબ્રા પોસ્ટનો ખુલાસો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ રાજકીય દળો માટે અત્યાર સુધી પ્રચાર કરતા હતા. પરંતુ આ વખતે બોલિવૂડના 36 સ્ટાર્સે ઓન કેમેરા સ્વીકાર કર્યું છે કે તેઓ કેશ પેમેન્ટ એટલે કે બ્લેક મની લઈને રાજકીય પાર્ટીઓ માટે પ્રચાર કરવા તૈયાર છે. આ અંગે કોબ્રા પોસ્ટે મોટો ખુલાસો કર્યો છે.

કોબ્રા પોસ્ટના ખુલાસામાં બોલિવૂડની 36 એવી હસ્તીઓનો નામ પ્રકાશમાં આવ્યા છે. જેમાં સની લિયોની, અમીષા પટેલ, મહિમા ચૌધરી, રાખી સાંવત, એવલિન શર્મા, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, ટિસ્કા ચોપડા, શક્તિ કપૂર, સોનૂ સૂદ, શ્રેયાંસ તલપડે જેવા નામો અગ્રેસર છે. આ સ્ટાર્સે 2019ની લોકસભાની ચૂંટણીમાં અનુકુળ માહોલ બનાવવામાં મદદ કરવા માટે પૈસા લઈને સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનુકુળ સંદેશ પોસ્ટ કરીને એક રાજકીય પાર્ટીને પ્રોત્સાહન આપવા માટે સહમત થયા છે.

પોર્ન સ્ટાર્સથી જાણીતી સની લિયોને કહ્યું કે જો કેન્દ્રની મોદી સરકાર તેના પતિ ડેનિયલ વેબરને ભારતના પ્રવાસી નાગરિકનો દરજ્જો આપ્યો તો તે ભાજપને સમર્થન કરશે. એકટર સોનૂ શૂદે આ કામ માટે 20 કરોડ રૂપિયા માંગ્યા છે. બાદમાં તેણે 2.50 કરોડ રૂપિયા પ્રતિ માસની માંગ કરી હતી.

સની લિયોન, અમીષા પટેલ, મહિમા ચૌધરી, રાખી સાવંત, એવલિન શર્મા, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, ટિસ્કા ચોપડા, શક્તિ કપૂર, સોનૂ સૂદ, શ્રેયાંસ તલપડે, પુનીત ઈસ્સાર, સુરેન્દ્ર પાલ, પંકજ ધીર, નિકેતિન ધીર, દીપશિખા નાગપાલ, અખિલેન્દ્ર મિશ્રા, રોહિત રોય, રાહુલ ભટ, સલીમ જેદી, અમન વર્મા, હિતેન તેજવાની, ગૌરી પ્રધાન, મિનીષા લામ્બા, કોઅન મિત્રા, પૂનમ પાંડે, અભિજીત ભટ્ટાચાર્ય, કૈલાશ ખેર, મીકા સિંહ, બાબા સહગલ, રાજૂ શ્રીવાસ્તવ, સુનીલ પાલ, રાજપાલ યાદવ, ઉપાસના સિંહ, કૃષ્ણ અભિષેક, વિજય ઈશ્વરલાલ પવાર, ગણેશ આચાર્ય, સંભાવના શેઠ

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button