એકતા કપૂર બની બેબી બોયની માતા, ભાઇ તુષાર કપૂરની રાહ પર ચાલી બહેન
ટીવી અને ફિલ્મોની જાણતી પ્રોડ્યૂસર એકતા કપૂર બેબી બોયની માતા બની છે. આ સાથે જ એકતા સિંગર પેરન્ટ બની ગઈ છે. તેના પ્રથમ બાળકનો જન્મ 27 જાન્યુઆરીએ સરોગેસી દ્વારા થયો. મુંબઈ મિરરના અહેવાલ અનુસાર એકતાનો દીકરો સ્વસ્થ્ય છે અને ટૂંકમાં જ ઘરે જશે. ત્રણ વર્ષે એકતાના ભાઈ તુષારના ઘરે પણ દીકરાનો જન્મ થયો હતો. તેણે પોતાના દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું છે. તુષારના દીકરાનો જન્મ પણ સરોગેસી ટેકનીકથી થયો હતો. જીતેન્દ્રકુમાર નાના બનતા ખુશીનો પાર નથી.
View this post on Instagram
અહેવાલ અનુસાર એકતા કેટલીય વખત જાહેરમાં જણાવી ચૂકી છે કે તેઓ લગ્ન કરવા માંગતા નથી પરંતુ જ્યારે તુષારના દીકરાનો જન્મ થયો ત્યારે તેણે પણ માતા બનવાની ઇચ્છા વ્યકત કરી હતી. તેણે કહ્યું હતું કે તે જ્યારે જવાબદારી ઉઠાવવાલાયક બની જશે ત્યારે માતા બનવા માંગશે.
તમને જણાવી દઇએ કે તુષાર કપૂર સિવાય કરણ જોહર પણ સરોગેસી દ્વારા જુડવા બાળકોનો પિતા બની ગયો છે. તુષારના પિતા બન્યા બાદથી જ એકતાના ઇન્સટાગ્રામ પર તેના ભત્રીજાની તસવીરોથી ભરેલું રહે છે. તેના પરથી ખબર પડે છે કે એકતાને પોતાનું બાળક કેટલું વ્હાલું છે.