બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર લડશે ભોપાલથી લોકસભાની ચૂંટણી
મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓમાં મળેલી જીત બાદ કોંગ્રેસ લોકસભા ચૂંટણીઓમાં પણ તેનો લાભ લેવા ઈચ્છા છે, પાર્ટીએ અત્યારથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં કોંગ્રેસના કેટલાક કાઉન્સિલરોએ ભોપાલ લોકસભા સીટ જીતવાના કેટલાક ફોર્મ્યુલા કાઢ્યા છે. તેમને માગણી કરી છે કે ભોપાલ સંસદિય સીટથી કોઈ નેતાને નહીં પરંતુ બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાનને ટિકિટ આપવામાં આવે.
કોંગ્રેસ કાઉન્સિલરોનું કહેવું છે કે ભોપાલ સંસદિય સીટ પર કેટલાય વર્ષોથી ભાજપનું એક પક્ષીય રાજ ચાલી રહ્યું છે. ભોપાલ ભાજપનો મજબૂત કિલ્લો બની રહ્યો છે. તેને તોડવા માટે કરીના કપૂર મજબૂત ઉમેદવાર રહેશે. કોંગ્રેસ કાઉન્સિલર ગુડ્ડુ ચૌહાણ અને અનિષ ખાનનું માનવું છે કે યુવાનોમાં કરિના કપૂરની સારી ફેન ફોલોઈંગ છે અને કરિના યુવાનોનો વોટ મેળવી શકશે. અનીષનું કહેવું છે કે કરિના પટોડી ખાનદાનની વહુ છે. કોંગ્રેસની જૂના ભોપાલમાં પણ તેનો ફાયદો મળશે. આ ઉપરાંત મહિલા હોવાને નાતે કરિના મહિલાઓના પણ સારા એવા વોટ મેળવી શકશે. કરીનાના પતિ સૈફ અલી ખાનના પૂર્વજો ભોપાલના હતા.
પટૌડી પરિવાર વર્ષોથી ભોપાલમાં રહેતો હતો અને સૈફ કરિના શર્મિલા ટાગોર અને સોહા અલીખાન ઘણીવાર ભોપાલ પણ આવી ચૂક્યા છે. આવામાં કોંગ્રેસ પટૌડી પરિવારની લોકપ્રિયતાનો લાભ મેળવવાની વિચારણા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે નવાબ પટૌડી ભોપાલથી ચૂંટણી લડી ચૂક્યા છે. જેમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.