બોલીવુડ અભિનેત્રી ઇશા કોપીકર બીજેપીમાં જોડાઇ
પોતાના અભિનયથી દર્શકોના દિલમાં અલગથી જગ્યા બનાવનાર બોલીવુડની સુંદર અભિનેત્રી ઇશા કોપીકરે BJPનો હાથ પકડ્યો છે. બીજેપીમાં 2019માં થનારી લોકસભા ચૂંટણી પહેલા નવા ચહેરાને જોડવાનું કામ શરૂ કરી ચુકી છે. હવે ભાજપે બોલીવુડ અભિનેત્રી ઇશા કોપીકરને પણ પાર્ટીમાં સામેલ કરી લીધી છે.
બોલીવુડની ખલ્લાસ ગર્લના નામથી જાણીતી ઇશા કોપીકર રવિવારે ભાજપ સાથે જોડાઇ ગઇ છે. ઇશા કોપીકરને કેન્દ્રીય પરવિહન મંત્રી નીતિન ગડકરીએ અભિનેત્રી પાર્ટીની સભ્યતા અપાઇ છે.
Congratulations ISHA koppikar for joining BJP & Namo movement
We wish you success in politics.@suryfoundation @surya_ino @shripadynaik @arjunrammeghwal @nitin_gadkari @PrakashJavdekar @ishakonnects @ramkadam @drharshvardhan @narendramodi @Dev_Fadnavis pic.twitter.com/YAOmGyEnOo
— ANANT BIRADAR (@biradar_anant) January 27, 2019
તમને જણાવી દઇએ કે ઇશાએ 1998માં તમિલ ફિલ્મથી પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2000માં ઇશા એ ‘ફિઝા’ ફિલ્મની સાથે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ઇશાએ ડોન, સલામ એ ઇશ્ક, ક્યા કૂલ હૈ હમ, હમ તુમ, એક વિવાહ એસા ભી જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, હવે જોવાનું એ છે કે ભાજપ માટે ઇશા કેટલી કારગર સાબિત થાય છે.