હાર્ટ એટેકથી થયું ‘જોધા અકબર’ના આ અભિનેતાનું નિધન, 150 કિલો હતું વજન
બોલીવુડ માટે દુ:ખદ સમાચાર લઇને આવી હતી. સીનિયર એક્ટર કાદર ખાને કેનેડામાં અંતિમ શ્વાસ લીધા હતા. કાદર ખાનનાં નિધનથી ઇન્ડસ્ટ્રી શોકમાં હતી, ત્યાં જ આ અઠવાડિયે એક અન્ય એક્ટરે દુનિયા છોડી દીધી છે. ‘જોધા અકબર’માં જોવા મળેલા એક્ટર સઈદ બદર-ઉલ-હસન ખાને મંગળવારનાં રોજ અંતિમ શ્વાસ લીધા. જણાવી દઇએ કે સઈદ બદર-ઉલ-હસન લખનઊનાં 10માં નવાબ વાજિદ અલી શાહનાં ખાનદાનથી હતા.
ટીવીથી લઇને બોલીવુડ સુધી ઘણા શૉ અને ફિલ્મોનો ભાગ રહેલા સઈદ બદર-ઉલ-હસન ઇન્ડસ્ટ્રીનાં જાણીતા એક્ટર્સમાંથી એક હતા. બોલીવુડમાં ‘પપ્પૂ પૉલિસ્ટર’નાં નામથી જાણીતા સઈદ બદર-ઉલ-હસનને પીરિયડ ડ્રામા શૉ ‘ટીપૂ સુલ્તાન’માં પોતાના પાત્ર માટે સપૉર્ટિંગ રૉલનો નેશનલ એવૉર્ડ મળ્યો હતો. 25 વર્ષનાં લાંબા એક્ટિંગ કેરિયરમાં સઈદ બદર-ઉલ-હસને ‘જોધા અકબર’, ‘આપ મુજે અચ્છે લગને લગે’, ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘ફિર ભી દિલ હૈ હિંદોસ્તાની’, ‘ખોયા ખોયા ચાંદ’, ‘બાદલ’ અને ‘તેરે મેરે સપને’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે પપ્પૂ પૉલિસ્ટરનાં નામથી જાણીતા સઈદ બદલ-ઉલ-હસન એક પરંપરાગત ક્લાસિકલ ડાન્સર હતા. સઈદ બદર-ઉલ-હસનને લિજેંડરી પંડિત બિરજૂ મહારાજે બેસ્ટ ક્લાસિકલ ડાંસની ટ્રૉફીથી બિરદાવ્યા હતા.