Bogibeel Bridge: ચીન બોર્ડર પર ભારતનો ‘મહાસેતુ’, પીએમ મોદી કરશે ઉદ્ધાટન
પૂર્વ વડાપ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતીના અવસર પર આજે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબો રેલવે રોડ પુલ સમર્પિત કરશે. અસમના ડિબ્રૂગઢમાં વડાપ્રધાન આજે 4.94 કિમીની લંબાઇ વાળો બોગીબીલ બ્રિજના ઉદ્ધાટન કરશે. આઆ પુલની મદદથી અસમ અને અરુણાચલ પ્રદેશનું અંતર ઓછુ થઇ જશે. આ પુલ અસમના ડિબ્રુગઢમાં બ્રહ્મપુત્ર નદીના તટને ઘેમાજી જિલ્લાથી જોડે છે. તેનાથી નજીક અરુણાચલનો સિલા પત્થર પણ છે. આ પુલને ચીનના કારણે વધારે અંગત માનવામાં આવી રહ્યો છે.
આ પુલને ભારતીય એન્જિન્યરિંગની અનોખી મિસાલ પણ કહી શકીએ છીએ. કારણકે આ ડબલડેકર બ્રિજ છે. જેની પર ટ્રેન અને બસ એક સાથે દોડશે. આ પુલને બનાવવમાં આશરે 4857 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
તે સિવાય આ પુલને અરુણાચલ પ્રદેશથી નજીક બોર્ડર પર ચીનનો પડકારનો જવાબ માનવામાં આવી રહ્યો છે, સેનાની જરૂરિયાતો મુજબ આ પુલ ખૂબ મહત્વ છે. આ પુલ પર સેનાના ભારી ટેન્ક પણ સહેલાઇથી લઇ જઇ શકાય. પુલના નીચેના ભાગમાં 2 રેલવે લાઇનો બનાવવામાં આવી છે અને ઉપર 3 લેનનો રસ્તો બનેલો છે.