કૃણાલ પંડ્યાએ પૂર્વ ભારતીય ખેલાડી જેકોબ માર્ટિનને આપ્યો બ્લેન્ક ચેક
પૂર્વ ભારતીય ક્રિકેટર જેકોબ માર્ટિન અત્યારે વડોદરાની હોસ્પિટલમાં એડમિટ છે. 28 ડિસેમ્બરે તેમનુ એક્સિડન્ટ થયુ હતુ, જેના લીધે તેમને લંગ્સ અને લીવરમાં ઇજા થઇ હતી. માર્ટિનની પત્નીએ BCCIને મદદ માટે અરજી કરી હતી જે બાદ બોર્ડે તેમને 5 લાખ રૂપિયાની સહાયતા કરી હતી. બરોડા ક્રિકેટ એસોશિએશને પણ તેમને 3 લાખ રૂપિયાની મદદ કરી હતી.
કૃણાલ પંડ્યાએ બરોડા ક્રિકેટ એસોશિયનના પૂર્વ સેક્રેટરી સંજય પટેલને બ્લેન્ક ચેક આપી માર્ટિનનની મદદ કરી હતી. કૃણાલ પંડ્યાએ સંજય પટેલને બ્લેન્ક ચેક આપીને કહ્યું હતું કે, “સર, જે પણ જરૂર હોય તે ભરી લેજો પરંતુ 1 લાખથી ઓછી રકમ ન ભરતા.
ભારતના પૂર્વ કેપ્ટ્ન સૌરવ ગાંગુલીએ બેંકથી પૈસા ટ્રાન્સફર કરી તેની મદદ કરી હતી. ઝહિર ખાન, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ અને મુનાફ પટેલ પણ માર્ટિનની મદદ માટે આગળ આવ્યા છે. ન્યુઝીલેન્ડથી ભારતના હેડ કોચ રવિ શાસ્ત્રી પણ મદદ માટે આગળ આવ્યા છે. માર્ટિન ભારત માટે 10 વનડે રમ્યો છે, તેણે સપ્ટેમ્બર 1999માં ગાંગુલીની કપ્તાનીમાં ડેબ્યુ કર્યું હતું. તેણે 10 મેચમાં 22.57ની એવરેજથી 158 રન કર્યા હતા.