આ વસ્તુઓથી સફેદ વાળને થોડાક દિવસમાંજ કરો બ્લેક
આજકાલ નાની ઉંમરમાં યુવક-યુવતીઓને અનેક સમસ્યાઓ સતાવે છે. આ સમસ્યાઓમાંથી સૌથી ચિંતાજનક હોય છે સફેદ વાળની સમસ્યા. વર્તમાન સમયમાં 18-19 વર્ષે પહોંચતાં સુધીમાં તો વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર કરવાની શરૂઆત કરી દે છે, આ ઉપાયથી વાળ થોડા દિવસ માટે કાળા રહે છે પણ પછી ફરી માથામાં સફેદી દેખાવા લાગે છે. વારંવાર વાળમાં હેર કલર કરવામાં આવે તો વાળને નુકસાન પણ થાય છે. ધીરેધીરે વાળ રૂક્ષ અને બેજાન થઈ જાય છે.
– જાસૂદના ફુલની પેસ્ટ બનાવો તેમાં આમળાનો રસ ઉમેરો અને આ પેસ્ટને વાળમાં લગાવી લો, પેસ્ટ સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ અને વાળમાં નાળિયેરનું તેલ લગાવી લેવું. બીજા દિવસે વાળ શેમ્પુથી ધોઈ લેવા.
– આમળાનો રસ વાળમાં લગાવવો. જો રસ મળી શકે તેમ ન હોય તો આમળાનો પાવડર લાવવો અને તેમાં દહીં ઉમેરી અને વાળમાં લગાવવું. આ હેર પેકને 30 મિનિટ માટે વાળમાં રાખો અને પછી ઠંડા પાણીથી વાળ ધોઈ લેવા. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો.
– નાળિયેરના તેલમાં અશ્વગંધા અને ભૃંગરાજનો પાવડર ઉમેરી પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો. 1 કલાક પછી વાળ હુંફાળા પાણીથી ધોઈ લેવા. આ હેર પેક વાળ કાળા તો કરશે જ સાથે રૂક્ષ વાળને પણ સુવાંળા બનાવી દેશે.
– ત્રિફળા, લોખંડનો ભુક્કો એક-એક ચમચી લઈ તેમાં ભૃંગરાજના છોડનો રસ ઉમેરી અને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને રાત આખી પલાળી રાખી અને બીજા દિવસે તેને વાળમાં લગાવો. પેક સુકાઈ જાય પછી પાણીથી ધોઈ લો. આ પેક પણ સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી દે છે.