Gujarat

ભાજપનું મિશન 2024, નવી ટીમમાં 38 નામ જાહેર:વસુંધરા રાજે અને રમણસિંહને ઉપાધ્યક્ષ બનાવ્યા

પાંચ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે આવી રહેલી 2024ની લોકસભાની ચૂંટણી માટે ભાજપે બરાબરની કમર કસી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે પોતાની નવી ટીમ જાહેર કરી છે. ભાજપે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 8 રાષ્ટ્રીય મહામંત્રી અને 13 સચિવોની નવી નિયુક્તિ કરી છે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેમની નવી ટીમની જાહેરાત કરી હતી. કેન્દ્રીય પદાધિકારીઓની યાદીમાં 38 નામ છે. બીએલ સંતોષ સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ રહેશે. સાથે જ શિવપ્રકાશને રાષ્ટ્રીય સહ સંગઠન મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે.આ સિવાય પૂર્વ મુખ્યમંત્રીઓ ડો.રમણ સિંહ, વસુંધરા રાજે, રઘુવર દાસને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના સૌદાન સિંહને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે કૈલાશ વિજયવર્ગીય અને અરુણ સિંહને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. રાજેશ અગ્રવાલને ખજાનચી અને નરેશ બંસલને સહ-ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે.

રાષ્ટ્રીય સચિવ

ક્રમાંકનામરાજ્ય
1વિજયા રાહટકરમહારાષ્ટ્ર
2સત્યા કુમારઆંધ્રપ્રદેશ
3અરવિંદ મેનનદિલ્હી
4પંકજા મુંડેમહારાષ્ટ્ર
5ડો. નરેન્દ્ર સિંહ રૈનાપંજાબ
6અલ્કા ગુર્જરરાજસ્થાન
7અનુપમ હાજરાપશ્ચિમ બંગાળ
8ઓમપ્રકાશ ધુર્વેમધ્યપ્રદેશ
9ઋતુરાજ સિન્હાબિહાર
10આશા લાકડાઝારખંડ
11કામખ્યા પ્રસાદ તાસા, સાંસદઆસામ
12સુરેન્દ્ર સિંહ નાગર, સાંસદઉત્તર પ્રદેશ
13અનિલ એંટોનીકેરળ

રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ

ક્રમાંકનામરાજ્ય
1રમણસિંહછત્તીસગઢ
2વસુંધરા રાજેરાજસ્થાન
3રઘુવર દાસઝારખંડ
4સૌદાનમધ્ય પ્રદેશ
5બૈજયંત પાંડાઓડિશા
6સરોજ પાંડેછત્તીસગઢ
7રેખા વર્માઉત્તરપ્રદેશ
8ડીકે અરૂણાતેલંગાણા
9એમ ચૌબા એઓનાગાલેન્ડ
10અબ્દુલ્લા કુટ્ટીકેરળ
11લક્ષ્મીકાન્ત વાજપાયીઉત્તર પ્રદેશ
12લતા ઉસેંડીછત્તીસગઢ
13તારિક મંસૂરઉત્તર પ્રદેશ

રાષ્ટ્રીય મહામંત્રી

રાષ્ટ્રીય મહામંત્રી

ક્રમાંકનામરાજ્ય
1અરૂણ સિંહઉત્તર પ્રદેશ
2કૈલાસ વિજયવર્ગીયમધ્યપ્રદેશ
3દુષ્યંત કુમાર ગૌતમદિલ્હી
4તરૂણ ચુગપંજાબ
5વિનોદ તાવડેમહારાષ્ટ્ર
6સુનીલ બંસલરાજસ્થાન
7સંજય બંદીતેલંગાણા
8રાધામોહન અગ્રવાલઉત્તર પ્રદેશ
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button