ભાજપ મહિલા મોરચાનું દ્વિતીય અધિવેશન, પીએમ મોદીએ કર્યું સંબોધન
અમદાવાદનાં અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચાનું દ્વિતીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ થયા છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું અને પીએમ મોદીએ પણ. સબોધન દરમિયાન પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરી જણાવ્યું કે, દુનિયાએ મલ્ટી ટાસ્કીંગ કામ ભારતની મહિલાઓ પાસેથી શીખવાની જરૂર છે. મહિલાઓ બાળકોને ઉછેરવા, રસોઈ બનાવવાથી લઈ ફોન ઉપાડવા સુધી એક સાથે અનેક કામ કરી જાણે છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપ મહિલા મોરચાના દ્વિતીય અધિવેશન દરમિયાન જણાવ્યું કે, 2019ની ચૂંટણી પહેલા આ સંમેલન મહત્વનું છે. ગુજરાતથી જ આઝાદીનું આંદોલન ચાલુ થયું હતું. રૂપાણીએ કોંગ્રેસ પર વાર કરતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં અત્યાચાર થયા હતાં, ગરીબી અને બેકારી કોંગ્રેસની દેન છે.
ભાજપ મહિલા મોરચાને સંબોધનતા પીએમ મોદીએ કહ્યું કે દુનિયાએ ભારતની મહિલાઓ પાસેથી મલ્ટી ટાસ્કિંગ કેવી રીતે કરી શકાય તે શીખવું જોઇએ. દાયકાઓ સુધી શાસન કરનાર પાર્ટી દેશની મહિલાઓને પ્રાથમિક સુવિધા આપી શકી નથી. જ્યારે ભાજપની સરકારની તમામ યોજનામાં સેન્ટરમાં મહિલાઓ છે, જેમાં ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજાનાનું રજિસ્ટ્રેશન મહિલાઓના નામે થાય છે. મુદ્રા યોજનાના સૌથી વધુ લાભાર્થી મહિલાઓ જ છે. ભાજપ મહિલા મોરચાને સંબોધનતા પીએમ મોદીએ કહ્યું કે અત્યારે મને નારી શક્તિનો મહાકુંભ હોય એવું લાગી રહ્યું છે.