મધ્યપ્રદેશમાં કોંગ્રેસ નહીં, NOTAથી હારી ગઇ બીજેપી
મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ બીજેપીના હાથમાંથી સત્તા જતી રહી છે. બીજેપીએ હાર સ્વીકાર કરી લીધી છે. પરંતુ તેના સતત દાવા કરી રહ્યા છે કે ત્રણ વખત સતત સત્તામાં રહ્યા બાદ માત્ર 5 સીટોથી પાછળ રહી જવાનો મતલબ છે કે બીજેપીને જનતાએ એકદમથી નકારી નથી.
કેટલીક સીટ પર મામૂલી અંતરોથી બીજેપીને હાર મળી છે. આટલા ઓછા અંતરથી હાર તે રીતે જોવામાં આવી રહી છે કે પાર્ટીએ બૂથ મેનેજમેન્ટ સારુ કર્યું હોત તો તસવીર બીજી હોત. સૌથી મોટી વાત એ છે કે જ્યાં નોટાએ બીજેપીનો ખેલ ખરાબ કરી દીધો છે. આ સીટ પર કોંગ્રેસ ઉમેદવારને જીત મળી છે. પરંતુ જીતના અંતરથી વધારે વોટ નોટાને મળ્યા છે.
રાજ્યમાં બસપાને 2, એસપીને 1 અને નિર્દલીયને 4 સીટ મળી છે. જણાવી દઇએ કે 230 વાળી મધ્યપ્રદેશ વિધાનસભામાં બહુમત માટે 116 સીટોની જરૂરત હોય છે. સપા અને બસપાએ કોંગ્રેસને સમર્થન આપવાની ઘોષણા કરી દીધી છે.
કોંગ્રેસ આ જાદુઇ આંકડાથી 2 સીટ દૂર રહી ગઇ અને 114 સીટ મળી. બીજેપી માટે રાહતની વાત આ રહી કે તેને 15 વર્ષ સુધી શાસન કર્યા બાદ પણ કોંગ્રેસને કડક ટક્કર આપી. રાજ્યમાં બીજેપીને જરૂર સત્તા વિરોધ લહેરનો સામનો કરવો પડ્યો. પરંતુ જે રીતથી કેટલીક સીટ પર ટક્કર આપી છે તે તેના માટે રાહત આપનારી વાત છે.
પરિણામમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે માત્ર 5 સીટનું અંતર રહ્યું. પરંતુ જો આંકડા પર નજર નાખીએ તો ખબર પડે કે નોટાએ ઘણી સીટ પર પરિણામ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછી 11 સીટ એવી છે જ્યાં નોટાના ઉમેરાદોના ખેલ ખરાબ કર્યો છે.