રમત-જગત

BJP ધારાસભ્યની માંગ – ‘પાકિસ્તાનની વહુ’ સાનિયા મિર્ઝાને બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવો

બીજેપીના ધારાસભ્ય રાજા સિંહે તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવથી સાનિયા મિર્ઝાને તેલંગણાના બ્રાન્ડ એમ્બેસેડર પદથી હટાવવામાં આવે તેવી માંગ કરી છે. રાજા સિંહનું કહેવું છે કે, સાનિયા મિર્ઝા પાકિસ્તાનની પુત્રવધુ છે.

રાજાએ તેલંગાનાના સીએમથી આગ્રહ કર્યો છે કે પુલવામા આતંકી હુમલામાં આપણાં સીઆરપીએફ જવાનો શહિદ થયા છે. જેથી આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવે. રાજાએ વધુમાં જણાવ્યું છે કે આ હુમલા બાદ તે બ્રાન્ડ એમ્બેસેડર ન હોવી જોઈએ.

ઉલ્લેખનિય છે કે, સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે. જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ રાજા સિંહે આ નિવેદન આપ્યું છે.

રાજા સિંહ તેલંગણા વિધાનસભામાં એકમાત્ર ભાજપના ધારાસભ્ય છે. ભાજપના ધારાસભ્યે ભારતીયો અને સરકારને પાકિસ્તાન સાથે સંબંધો પૂરા કરવા પર ભાર મુક્યો છે. તેમણે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, સાનિયા મિર્ઝા ભારતીય છે, પરંતુ તેના લગ્ન પાકિસ્તાનમાં થયા છે. તેવામાં તેને બ્રાન્ડ એમ્બેસેડર પદ પરથી હટાવી દેવામાં આવે. તેના સ્થાને સાનિયા નેહવાલ અને પીવી સિંધુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ.

ઉલ્લેખનિય છે કે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને 2014માં તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી હતી. ભાજપ શરૂઆતથી સાનિયાના વિરોધમાં છે. જ્યારે સીએમએ ટેનિસ સ્ટારને તેલંગણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી, ત્યારે ભાજપના તેલંગણા રાજ્યના પ્રમુખ લક્ષ્મણે તેનો વિરોધ કર્યો હતો

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button