બ્યુટી
સ્વાદમાં કડવો લીમડો ખીલ સહિત વાળની દરેક સમસ્યા કરશે છૂમંતર
ત્વચાની સમસ્યાને લઇને ઘણા લોકો પરેશાન રહે છે. તો ઘણા લોકો બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ પ્રોડક્ટથી ફાયદો થવાની જગ્યાએ કેટલીક વખત નુકસાન થાય છે. તો કડવો લીમડો પણ સ્વાસ્થ્યની સાથે-સાથે સુંદરતા માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે અમે તમારા માટે ત્વચાને લગતી કેટલીક સમસ્યાઓ દૂર કરવા ઉપાય લઇને આવ્યા છીએ તો આવો જોઇએ કેવી રીતે કડવો લીમડો થોડાક જ દિવસોમાં તમારી દરેક સમસ્યાને કરશે દૂર...
1- ચામડીના રોગ થયા હોય તો લીમડાનાં પાનથી સ્નાન કરવાનો રિવાજ જૂના જમાનાથી ચાલતો આવ્યો છે. જોકે કોઈ રોગ થાય જ નહીં એ માટે પહેલેથી જ લીમડાનાં પાનના હેલ્ધી પાણીમાં સ્નાન કરવાનો નિયમ બનાવામાં આવે તો એનાથી સ્કિનના રોગો સામે તો પ્રોટેક્શન મળશે જ, સાથે શરીરની દુર્ગંધ અને પ્રાઇવેટ પાર્ટમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં પણ રાહત મળશે.
2- લીમડાનાં પાનને ઉકાળીને એ પાણી સ્કિન પર થયેલી એલર્જી પર લગાવતાં એમાં રાહત મળે છે. લીમડાનાં પાનની પેસ્ટ બનાવીને પણ એલર્જી પર લગાવી શકાય છે.
લીમડાનાં પાનનું ઉકાળેલું પાણી અઠવાડિયા સુધી ફ્રિજમાં સ્ટોર પણ કરી શકાય. એટલે કે એક વાર બનાવેલું લીમડાનાં પાનનું પાણી સ્કિન-કેર, હેર-કેર કે કોઈ સ્કિન-ઇન્ફેક્શન માટે ઉપયોગમાં લઈ શકાય અને રોજ તાજું પાણી બનાવવાની ઝંઝટ પણ નહીં રહે.
3- લીમડામાં રહેલી એન્ટિ-બેક્ટેરિયલ પ્રોપર્ટીઓને લીધે એ ખીલ પર અકસીર ઉપાય બને છે. લીમડાનાં તાજાં પાનને પીસીને એની પેસ્ટને ચહેરા પર લગાવી શકાય. એ સિવાય લીમડાનાં પાનને તકડામાં સૂકવી, એનો પાઉડર બનાવી એની પાણી સાથે પેસ્ટ બનાવીને પણ ફેસ-પેક તરીકે ઉપયોગમાં લઈ શકાય. લીમડો ખીલ માટે જવાબદાર બેક્ટેરિયાનો નાશ કરે છે અને ચહેરાને ક્લીન રાખે છે.
4- વાળમાં ઇન્ફેક્શન કે ખોડો થયો હોય તો લીમડાના પાણીથી વાળ ધોવાથી ફાયદો થાય છે. લીમડાના પાઉડરમાં લીંબુનો રસ અને પાણી ઉમેરી પેસ્ટ બનાવી વાળમાં હેર-પૅક તરીકે લગાવવાથી પણ ફાયદો થાય છે.