ચાંદખેડા યુવા સંગઠન દ્વારા ઉતરાયણ દરમિયાન પક્ષી બચાવો અભિયાન
અબોલ પક્ષીઓની સેવામાં 6 વર્ષની સક્રિય એવી ચાંદખેડા યુવા સંગઠન નામની સંસ્થા દ્વારા આ વર્ષે ઉત્તરાયણ દરમિયાન પક્ષી બચાવ મહાઅભિયાન -2019 હેઠળ ચાંદખેડા વિસ્તારમાં કેમ્પ યોજવામાં આવ્યો હતો.
https://www.youtube.com/watch?v=WAdSQHHMBKk&feature=youtu.be
જેમાં ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી હતી. જે અંતર્ગત ચાંદખેડા, ન્યુ સીજી રોડ, ડી કેબીન, ત્રાગડ, મોટેરા, ઝુંડાલ, અડાલજ, અને જગતપુરની આસપાસના વિસ્તારમાં ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો હેલ્પલાઇન નંબર પર ફોન અથવા તો મેસેજ દ્વારા મળેલી માહિતી મુજબ આ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી.
આ હેલ્પ લાઈન તારીખ 13 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી 24 કલાક કાર્યરત રહી જેમાં ટોટલ 55 જેટલા પક્ષીઓને બચવામાં આવ્યા હતા જેમાં 51 કબૂતર, 2 કાબર, 1 હોલો અને 1 કાગડા નો સમાવેશ થાય છે.
વાઈલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ સાબરમતીના સંચાલક અરવિંદ ભાઈના નેતૃત્વ હેઠળ ચાંદખેડા યુવા સંગઠન ના સભ્યો હર્ષ એમ. ઠક્કર, ઉમેશ બારોટ, પ્રશાંતસિંહ ભદોરિયા, મિહિર રાવત, ચારુલ ઠક્કર, શક્તિસિંહ ઝાલા, મેહુલભાઈ નાયક, મુકેશભાઈ ઠક્કર,, ચેતન ઝાલા, નિશિત મકવાણા, નિર્મલ અમિત, તરુપેશ દોશી, અમિત સુતરીયા સહીતના યુવા સભ્યો દ્વારા ઉત્તરાયણ જેવા મોજ મસ્તીના પર્વમાં પણ ઘાયલ પક્ષીઓની સેવામાં ખડેપગે રહી માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.