અમેરિકામાં બે બેંકો ડૂબતા ભારતીય શેરબજારમાં આંચકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો

અમેરિકામાં કોઈપણ નાણાકીય હિલચાલ ભારતીય બજારોને સીધી અસર કરે છે. પછી તે વ્યાજ દરમાં વધારો હોય કે ફેડ રિઝર્વનું અન્ય કોઈ પગલું. હવે યુએસ બેન્કિંગ સેક્ટરમાં સંકટની નકારાત્મક અસર સ્થાનિક શેરબજાર પર દેખાઈ છે. યુએસમાં, સિલિકોન વેલી અને પછી સિગ્નેચર બેંક બંધ થવાને કારણે લીલા નિશાન પર ખુલ્યા પછી બજાર ખરાબ રીતે તૂટી ગયું છે. બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો છે.
બપોરે 2.30 વાગ્યે ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી દિવસના નીચા સ્તરે 17,130.45 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. તેમાં 282.45 પોઈન્ટ અથવા 1.62% નો ઘટાડો જોવા મળ્યો હતો. તે જ સમયે, BSE ના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,023.28 પોઈન્ટ અથવા 1.73% ઘટીને 58,111.85 ના સ્તર પર આવી ગયા છે. ઘટાડાનાં આ તબક્કામાં લગભગ 761 શેરો વધ્યા, 2560 શેરમાં ઘટાડો થયો છે જ્યારે 121 શેરો કોઈ ફેરફાર કર્યા વિના ટ્રેડ થઈ રહ્યાં છે.
અગાઉ Stock Market થોડા વધારા સાથે લીલા નિશાન પર ઓપન થયું હતું. સેન્સેક્સ 44.25 પોઈન્ટ અથવા 0.07% વધીને 59,179.38 પર અને નિફ્ટી 19.40 પોઈન્ટ અથવા 0.11% વધીને 17,432.30 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ લગભગ 1091 શેરમાં વધારો થયો હતો, જ્યારે 1048 શેર લાલ નિશાન પર ટ્રેડ થવા લાગ્યા હતા.
સૌથી મોટો ઘટાડો ઇન્ડસઇન્ડ બેન્કના (IndusInd Bank Stock) શેરમાં જોવા મળ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી, Indusind Bank Ltdનો શેર 6.70% અથવા રૂ. 76.65 ઘટીને રૂ. 1,068.15 પર ટ્રેડ કરી રહ્યો છે. આ જ સમયે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નો શેર 2.62% ઘટીને રૂ. 533 થયો હતો, જ્યારે Sbi Life Insurance નો શેર 2.37 ટકા ઘટીને રૂ. 1,069.95 થયો હતો. અન્ય બેંકિંગ શેરોની વાત કરીએ તો Kotak Mahindra Bank 1.78%, HDFC બેંક 1.22% તૂટ્યો છે. તેનાથી વિપરીત, Tech Mahindra Ltdના શેરે જબરદસ્ત ઉછાળો માર્યો અને 7.26 ટકા વધીને રૂ. 1,138.25ના સ્તરે પહોંચી ગયો હતો.