Big Boss-12 : દિપીકાને કેમ મળી એસિડ એટેકની ધમકી
બિગ બોસની 12ની વિજેતા દીપિકા કક્કડને એસિડ અટેકની ધમકી મળી છે. શ્રીસંતની હારથી નારાજ થયેલા તેના ફેન્સે દીપિકા પર એસિડ અટેક કરવાની વાત કરી છે. દીપિકાના ફેન્સે આ વાતની જાણકારી મુંબઈ પોલીસને આપી છે.
પોતાને શ્રીસંતનો ફેન ગણાવી રહેલા યૂઝરે સોશિયલ મીડિયા પર બિગ બોસ 12ની વિનર દીપિકા પર એસિડ અટેક કરવાની વાત કરી છે. તેણે ટ્વિટમા દીપિકા સામે ખરાબ ભાષાનો ઉપયોગ કરીને લખ્યું કે, તું જ્યાં પણ જોવા મળીશ તારા પર એસિડ ફેંકીશ. આ ટ્વિટ સામે આવતાં જ દીપિકાના ફેન્સ એલર્ટ થઈ ગયા અને તેમણે મુંબઈ પોલીસને આ અંગેની જાણ કરી.
બિગ બોસ 12ના રનર અપ રહ્યા બાદ એક રેડિયો સ્ટેશનને આપેલી મુલાકાતમાં શ્રીસંતે કહ્યું કે, “મને ઘરની બહાર આવ્યા બાદ ખબર પડી કે વિનર ન બનવાથી અનેક લોકો નિરાશ હતા. અનેક લોકો રડ્યા તો કેટલાકે હાથની નસ કાપી. અપસેટ થઈને લોકોએ ઘણું કર્યું. હું તેમની માફી માંગુ છું. તમે જાણો છો કે હું રિયલ વિનર છું. બિગ બોસ 12માં જ નહીં રિયલ લાઇફમાં પણ.” શ્રીસંતે તેના ક્રેઝી ફેન્સને આવી હરકતો ન કરવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે, “હું મારા ફેન્સને કહેવા માંગીશ કે પ્લીઝ મારા માટે કે આ ટ્રોફી માટે તમારા હાથની નસ ન કાપો. તમારે તમારા પરિવાર માટે ઘણું કરવાનું છે.”