Site icon Time News

Bhavnagar: મહિલાનું કારમાં અપહરણ કર્યું, ગળા પર છરી રાખી મહિલા સાથે 3 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

ભાવનગરમાં નરાધમોએ ક્રૂરતાની હદ વટાવી છે. 3 નરાધમોએ મહિલાનું અપહરણ કર્યા બાદ સુમસાન વિસ્તારમાં લઈ જઈ મહિલાને ગળાના ભાગે છરી રાખી મહિલા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યુ છે. મહિલા કોલેજ સર્કલ વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. એરપોર્ટ રોડ પર ગેંગ રેપ કરાયો હતો. પીડિતાની ફરિયાદને આધારે ઘોઘા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

ઘટના ગત રાત્રે બની હતી, જ્યારે આરોપીઓએ યુવતીનું કારમાં અપહરણ કર્યું હતું. તેઓ યુવતીને મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ વચ્ચેના સુમસામ વિસ્તારમાં આવેલા એક રૂમમાં લઈ ગયા હતા. ત્યાં આરોપીઓએ યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં મનસુખ મકવાણા, મુકેશ મકવાણા, પીન્ટુ મકવાણા અને એક અજાણ્યો શખસ સામેલ છે. તમામ આરોપીઓ ભાવનગરના રહેવાસી છે.

પીડિત યુવતીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણ અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે અને આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો, Panchmahal: ઘોઘંબાના ધનેશ્વર ગામમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત કરનારા 3 આરોપીની ધરપકડ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version