Site icon Time News

Bharuch: વાલિયામાં ટેન્કર પલટી ખાતાં ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું, લોકોએ બોટલ-કેરબામાં તેલ ભરી લૂંટ ચલાવી

અંકલેશ્વરથી વાલિયા તરફ જતા ખાદ્ય તેલના ટેન્કરે આજે સવારે વટારીયા ગામ નજીક અકસ્માત નડ્યો છે. સવારે 10:45 વાગ્યે ટેન્કર ચાલકને ઝોકું આવતાં વાહનનો કાબૂ ગુમાવ્યો હતો. આ કારણે ટેન્કર બે વખત પલટી ખાઈ ગયું હતું.

અકસ્માતમાં ટેન્કર ચાલકને ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ટેન્કર પલટી જતાં તેમાં ભરેલું ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું.

ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો અને રસ્તેથી પસાર થતા લોકો ત્યાં દોડી આવ્યા હતા. લોકોએ બોટલ, કેરબા અને અન્ય વાસણો લાવીને ઢોળાયેલા તેલની લૂંટ ચલાવી હતી. વાલિયા પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગળની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો, Ahmedabad: AMC દ્વારા પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ, માનસી સર્કલ પર મુકાયેલું સ્કલ્પ્ચર બન્યું આકર્ષણનું કેન્દ્ર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version