પનીર શાક માટે જ નહીં, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
પનીરનું નામ આવતા જ લોકોના મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને પનીર પંજાબી શાકમાં વપરાય છે. તો પનીરમાં પ્રોટીન ઉપરાંત, એવા ઘણા બધા તત્વો છે કે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. તો આજે અમે તમને જણાવીશું કે પનીર ખાવાથી તમારા સ્વાસ્થ્યને શુ લાભ થાય છે અને તમારી કઇ કઇ બીમારી ઓ દૂર થાય છે.
– જો તમે રાત્રે ઊંઘન આવતી હોય અથવા તનાવથી પીડિત છો, તો સૂતા પહેલાં પનીરનું સેવન કરો. ઊંઘ સારી આવશે.
– પનીરમાં ટ્રીપ્ટોફન એમિનો એસિડ હોય છે, જે તણાવ ઘટાડવા અને ઊંઘ વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
– પનીરનો વપરાશ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો રોગ પ્રતિકાર મજબૂત હોય તો, રોગ સામે લડવા માટે શરીરની ક્ષમતા વધે છે.
– ખાસ કરીને આજકાલ લોકો સાંધાના દુખાવાથી પરેશાન રહે છે. સાંધાના રોગમાં પણ પનીર ખાવાથી તમને લાભ થઇ શકે છે.
– પનીર પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન્સ અને ખનીજ પૂરતા પ્રમાણમાં હોય છે.
– દાંતને મજબૂત કરવા કેલ્શિયમ ખૂબ મહત્વપૂર્ણ છે. પનીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.