હાથની હથેળીમાં આવે છે ખંજવાળ તો લક્ષ્મીજી તમારી પર થઇ શકે છે ખુશ
તમે અનેકવાર સાંભળ્યું હશે કે હથેળીમાં ખંજવાળ આવે એટલે હાથમાં પૈસા આવે. તેનું કારણ છે કે વ્યક્તિ સાથે બનતી અનેક ઘટનાઓ નજીકના ભવિષ્યમાં આવનારી સ્થિતીનો સંકેત કરતી હોય છે. આવા જ કેટલાક ધનલાભ સંબંધિત સંકેત વિશે શુકનશાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે. નીચે દર્શાવેલી ઘટનાઓ જો કોઈ વ્યક્તિ સાથે ઘટિત થાય તો તેને થોડા જ સમયમાં અચાનક ધનલાભ થાય છે. તો જાણી લો કયા કયા છે આ સંકેત
– શરીરના કોઈપણ જમણા અંગમાં સતત ખંજવાળ આવવી.
– કોઈની સાથે લેતી-દેતીમાં હાથમાંથી પૈસા પડી જવા.
– ધન સંબંધિત કોઈપણ કામ કરવા જતાં હોય ત્યારે પીળા કપડામાં કોઈ સ્ત્રીનું સામે મળવું.
– સપનામાં પોતાની જાતને માથાના વાળ વિના જોવી.
– બહાર જતી વખતે નોળિયો રસ્તામાં આડો ઉતરે ત્યારે
– સપનામાં ફળ કે કોઈ ફુલ ખાધાની અનૂભુતિ થાય ત્યારે
– સપનામાં સફેદ સાપ દેખાય કે પછી તે કરડ્યો હોય તેવો અનુભવ થાય ત્યારે
– શુક્રવારે કેસરી રંગની ગાયના રસ્તામાં સામે મળે ત્યારે
– સપનામાં મોતી, હીરા કે દાગીના જોવા મળે તો તે પણ ધનલાભનો સંકેત છે.