Hug અને Kiss કરવાથી થાય છે અધધધ ફાયદાઓ
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે જેને તમે ખુબ પ્રેમ કરો છો તેને તમે કેટલી વખત હગ અને કિસ કરી છે? જો તમે તમારા પ્રિય પાત્રને હગ અને કિસ નિયમીત રીતે કરો છો, તો તમે ખુબ જ તંદુરસ્ત માણસ બની શકો છો. તો જાણી લો તમે પણ હગ અને કિસ કરવાથી થતા આ ફાયદાઓ વિશે…
જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને હગ અને કિસથી સાંત્વના આપે છે ત્યારે તેમનું મગજ શાંતિનો અનુભવ કરે છે. આ સાથે શરીરને પણ આરામની અનુભૂતિ કરાવે છે.
હગ અને કિસને વૈજ્ઞાનિક રીતે હ્રદય માટે બેસ્ટ મેડિસીન માનવામાં આવે છે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને હગ કરો છો ત્યારે તમે સુરક્ષિત અને શાંત અનુભવ કરો છો. જેને હ્રદય માટે બેસ્ટ માનવામાં આવે છે.
નિયમિત રીતે કિસ કરવાથી શરીરમાં સ્ટ્રેસનું લેવલ ઘટે છે.
અઠવાડિયમાં 3-4 વાર હગ અને કિસ કરવાથી તમારી ધમનીઓમાં રક્તપ્રવાહ નોર્મલ રહે છે, જેથી તે બ્લડ પ્રેશરને કાબુમાં રાખી શકે છે.