મધ અને લસણના આ ફાયદા જાણીને તમને પણ થશે આશ્ચર્ય
સ્વાસ્થ્યથી લઇને સુંદરતા માટે મધ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. ત્યારે લસણ અને મધ એક ખૂબ જ જૂની દવા છે, જેને પહેલાના લોકો મોટા-મોટા રોગો દૂર કરવા માટે ખાતા હતા. જો તમે હમેશા બીમાર રહો છો અને થાકના કારણે કોઈ કામમાં તમારુ મન નથી લાગતું તો એના સ્પષ્ટ અર્થ છે કે તમારુ રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ છે. જો ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય તો માણસને સેંકડો રોગ ઘેરે છે પણ શું તમે જાણો છો લસણ અને મધને એક સાથે મિક્સ કરી ખાવાથી એ એંટીબાયોટિકનું કામ કરે છે.
તેને બનાવા માટે 2-3 જાડી લસણની કળીને હળવેથી દાબીને કૂટી લો અને પછી એમાં શુદ્ધ મધ મિક્સ કરો. એને થોડીવાર માટે મૂકી દો, જેથી લસણમાં મધ સારી રીતે મિક્સ થઈ જાય.
– જો ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય તો માણસને અનેક બીમારીઓ થાય છે. પણ શું તમે જાણો છો લસણ અને મધને એક સાથે મિક્સ કરી ખાવાથી એ એંટીબાયોટિકનું કામ કરે છે. આ એક પ્રકારનું સુપર ફૂડ છે.
– હમેશા કાચુ અને શુદ્ધ મધનો પ્રયોગ કરો કારણકે આ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ એને ખાવાથી વજન પણ ઓછું થાય છે. હવે જાણો આ કાચુ લસણ અને શુદ્ધ મધ ખાવાના લાભ.
આ મિશ્રણને લેવાથી ગળાનું સંક્રમણ દૂર થાય છે કારણ કે એમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ છે. આ ગળાની ખરાશ અને સોજો ઓછો કરે છે.
– ફંગલ ઈંફેક્સ્શન આજકાલ ઘણા લોકો પરેશાન રહે છે. પરંતું એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું આ મિશ્રણ બેક્ટીરિયાને ખતમ કરી શરીરને બચાવે છે.
– આ એક પ્રાકૃતિક ડીટોક્સ મિશ્રણ છે. જેને ખાવાથી શરીરની ગંદકી અને ખરાબ પદાર્થ બહાર નીકળી જાય છે.