બ્યુટી

વાળ તેમજ ત્વચા માટે વરદાન સમાન છે એલોવેરા, જાણો અન્ય ફાયદા

એલોવેરા જ્યૂસમાં કેલ્શિયમ, સોડિયમ, આર્યન, પોટેશિયમ, ક્રોમિયમ, મેગ્નેશિયમ, મેગેનીઝ, તાંબુ અને જસત વગેરે ખનીજ તત્વો મળે છે. પાચનશક્તિને સ્વસ્થ રાખવામાં એલોવેરા મદદરૂપ થાય છે, સાથે જ તે શરીરમાંથી ઝેરી પદાર્થોને દુર કરવાની ક્ષમતા પણ ધરાવે છે. એલોવેરાનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોની સાથે ઔષધરૂપે પણ કરી શકાય છે. એલોવેરાને સૌથી મોટી એન્ટિબાયોટિક અને એન્ટિસેપ્ટિક માનવામાં આવે છે.

– વાળ માટે એલોવેરા વરદાન સમાન છે. વાળ ધોતી વખતે એલોવેરા જેલને થોડાક સમય માટે વાળના મૂળિયામાં મસાજ કરવો અને થોડીક વાર રહેવા દેવું ત્યારબાદ વાળ ધોઈ નાખવા, આવું કરવાથી વાળ મુલાયમ, ચમકીલા અને સ્વસ્થ બને છે. આ એક ઉત્તમ હેર કન્ડીશનર છે.
– કેટલીકવાર નાના મોટા ઘા થઈ જતાં હોય છે અથવા થોડું દાઝી જવાય તો એલોવેરાના જેલમાં વિટામિન ઈ ઓઈલ મિક્ષ કરીને એક બોટલમાં ભરીને રાખી લેવું. જ્યારે પણ આ રીતે કંઈપણ વાગી જાય ત્યારે આ મિશ્રણને તે ભાગ પર લગાવી દેવું, ઘા જલ્દીથી મટી જશે અને રાહત અનુભવશો.
– એક્ઝિમામાં એલોવેરાનો ઉપયોગ કારગર સાબિત થાય છે. તેના ગરને લગાવવાથી સમસ્યા દૂર થાય છે. એલોવેરા જેલ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સને ગાયબ થઈ જાય છે.
– શેવ કરતી વખતે ચામડી જો કટ થઇ જાય છે તો એલોવેરા જેલ લગાવવું, આ સૌથી સારા આફ્ટર શેવિંગ લોશન તરીકે કામ કરે છે. શેવ કર્યા બાદ જો એલોવેરા જેલથી મસાજ કરવામાં આવે તો સ્કિન એકદમ કોમળ બની જાય છે.
– એલોવેરા ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે. એલોવેરામાં વિટામિન એ,બી,સી,ડી અને કેટલીક જાતના મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. જેથી જો રોગોથી બચવું હોય તો નિયિમિત એલોવેરા જ્યૂસ પીવું જોઈએ
– જો તમને નખ ખાવાની અથવા નખ ચાવવાની આદત હોય તો નખ પર એલોવેરા જેલ લગાવવું. આવું કરવાથી તમારી આ આદત ફટાફટ દૂર થઈ જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button