લાઇફ સ્ટાઇલ
ડ્રાય ત્વચાની સમસ્યાથી પરેશાન છો, તો દહીં છે બેસ્ટ
દહીં આપણા સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે પણ સાથે સાથે સુંદરતાને પણ નિખાર આપે છે. આમ, ચમકતી ત્વચા લાવવા માટે દહીં ખૂબ જ ફાયદાકારક છે. તો જાણી લો તમે પણ દહીંના આવા કેટલાક બેનિફિટ્સ વિશે…
ડ્રાય ત્વચા
જો તમારી ત્વચા ડ્રાય હોય તો અડધા કપ દહીંમાં એક નાની ચમચી ઓલિવ ઓઇલ તથા એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી લગાવો અને થોડી વાર બાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આનાથી ત્વચાની ડ્રાયનેસ દૂર થઈ જશે.
ઓઇલી સ્કિન
દહીં ઓઇલી સ્કિન માટે અને ખીલની સમસ્યામાં ઉપચારનું કામ કરે છે. ખીલ બહુ થતા હોય તો ફેસ પર રોજ દહીં લગાવો અને વીસ મિનિટ બાદ ચહેરો ધોઈ લો. આ પ્રયોગ નિયમિત કરવાથી ખીલ અને ઑઇલી સ્કિનને લીધે થતી સમસ્યાથી છુટકારો મળે છે.
ડાઘ ધબ્બા
સ્કિન પર ડાઘ કે ધબ્બા પડી ગયા હોય અથવા ખાસ કરીને ગરમીમાં સનબર્ન થયું હોય તો એના પર દહીંનો મસાજ કરવો જોઈએ.