મકાઇ ખાવાથી આ બીમારીથી મળશે છૂટકારો, થશે આટલા ફાયદા
શું તમને મકાઇ ખાવી ગમે છે. જો ના ગમતી હોય તો પણ આજથી શરૂ કરી દો ખાવાનું કારણકે, તે શરીરમાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. મકાઇનો ઉપયોગ સામાન્ય રીતે લોટના ઉપયોગ તરીકે, સૂપમાં, નાસ્તાના રૂપમાં અને ટોપિંગ માટે કરવામાં આવે છે.}
મકાઇમાં વિટામીન એ, બી અને ઇનું ભરપૂર પ્રમાણ હોય છે. આ ઉપરાંત ખનિજનું પણ પૂરતું પ્રમાણ હોય છે. તેમાં રહેલા ફાયબર પાચન ક્રિયાને સારી બનાવે છે અને ફાઇટોકેમિકલ્સ ઘણા પ્રકારની બિમારીઓથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે. ત્યારે જાણી લો દરરોજ મકાઇ ખાવાથી થતા ફાયદા..
1 મકાઇમાં રહેલુ સ્ટાર્ચ અને ફાયબર બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
2 ફોલેટ વધુ હોવાથી નવા સેલ્સ બને છે, જે પ્રેગ્નન્સી દરમિયાન ફાયદાકારક છે પરંતુ તેનાથી ગેસ, અપચો થતા હોવાથી રાત્રે ન ખાવા.
3 મકાઇમાં રહેલું બીટા-ક્રીપટોક્ઝાથીન ફેફસાંના કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે.
4 મકાઇમાં ફાયબરનું પ્રમાણ સારું હોય છે. જે પાચનક્રિયાને સારી બનાવવામાં મદદરૂપ થાય છે. તેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યા થવાનું જોખમ ઓછું થઇ જાય છે.
5 મકાઇમાંથી એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. આ સાથે આંખોથી જોડાયેલી ઘણી બિમારીઓ થવાનું જોખમ ઓછું થઇ જાય છે.
6 ઇનસોલ્યુએબલ ફાઇબર હોવાથી આંતરડાંના રોગ, કબજિયાત વગેરે દૂર કરે છે.