GSTના અમલ બાદ આ રાજ્યોની આવકમાં કેટલો થયો ઘટાડો, જાણવા કરો ક્લિક
1 જુલાઈ 2017માં GST લાગૂ થયા બાદ કેટલાક રાજ્યની કમાણી સતત ઘટી રહી છે. ફક્ત 6 એવા રાજ્ય છે જેની કમાણી વધી છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોડીચેરીને સૌથી વધુ નુકશાન થયુ છે. પોંડેચેરીમાં આનકમાં 43 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ સાત સભ્યોની ટીમની કમીટી રચશે અને પછી સમીક્ષા કરવામાં આવશે કે ક્યા કારણથી આવક ઘટી રહી છે. સાથે સાથે કમિટી એ પણ નક્કી કરશે કે રાજ્યોની કમાણી વધારવા શું ઉપાય કરી શકાશે?
GST લાગૂ થયા પછી પંજાબ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, જમ્મૂ-કાશ્મીર, ઓરિસ્સા, ગોવા, બિહાર, ગુજરાત અને દિલ્હીની આવકમાં ઘટાડો થયો છે. એપ્રીલ 2018થી નવેમ્બર 2018 વચ્ચે આ રાજ્યોની આવક 14-37 ટકા આવક ઓછી થઈ છે. GST લાગૂ થયા બાદ 31 રાજ્ય સરકારોમાં ફક્ત આંધ્રપ્રદેશ અને પૂર્વોત્તરના પાંચ રાજ્ય મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, સિક્કિમ અને નાગાલેન્ડની આવક વધી છે.
બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીની અધ્યક્ષતામાં સાત સભ્યોની ટીમની કમીટીનું ગઠન થશે, સાથે સાથે આવક કેમ વધારવી તેની ભલામણ કરવામાં આવશે, પંજાબના નાણા મંત્રી મનપ્રીત સિંહ બાદલ, કેરળના નાણાંમંત્રી થોમસ ઈસાક, કર્નાટકના ગ્રામીણ વિકાસ મંત્રી કૃષ્ણા બી. ગૌડા, ઓરિસ્સાના નાણામંત્રી શશિ ભૂષણ બેહેરા, હરિયાણાના રાજસ્વ મંત્રી કેપ્ટન અભિમન્યુ અને ગોવાના પંચાયત મંત્રી મૌવિન ગોડિન્સો આ મંત્રીસમૂહના સભ્ય હશે.