અબજોપતિ બનવું છે? વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછનું છે ખાસ મહત્વ
ભગવાન કૃષ્ણે માથા પર ધારણ કરેલું મોરપીંછ પવિત્રતાનું પ્રતિક છે. શાસ્ત્રીય માન્યતાનુસાર મોર ઉત્સાહ, આનંદનું પ્રતીક છે. મોર નિરસતા દૂર કરી અને સરસતા લાવે છે. મહર્ષિયો પણ મોરપીંછથી જ શાસ્ત્રો લખ્યાં છે. એટલા માટે જ જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછનું ખાસ મહત્વ દર્શાવાયું છે. નકારાત્મકતાને દુર કરનાર આ મોરપીંછનો ઉપયોગ કેવી રીતે ઘર-પરિવારમાં શાંતિ લાવવા કરી શકાય તે આજે જાણીએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મોરપીંછનો સંબંધ બુધ સાથે છે. જો કુંડળીમાં બુધનો પ્રભાવ નકારાત્મક હોય તો શત્રુઓથી સમસ્યા સર્જાય છે. જેને દુર કરવા માટે મોરપીંછ પર હનુમાનજીના મસ્તક પરથી સિંદુર લઈ અને શનિવારે રાત્રે શત્રુનું નામ લખવું અને રાત્રે તેને મંદિરમાં રાખી દેવું. બીજા દિવસે સવારે તેને પાણીમાં વહાવી દેવું.
જેમની કુંડળીમાં રાહુ-કેતુ કાલસર્પ યોગનું નિર્માણ કરતાં હોય તેમણે ઓશિકાના કવરમાં 7 મોરપીંછ સોમવારની રાત્રે રાખવા અને સૂવામાં તેનો જ ઉપયોગ કરવો. ઉપરાંત બેડરૂમની પશ્ચિમ તરફની દિવાલ પર 11 મોરપીંછવાળો પંખો લગાવવો. તેનાથી કુંડળીમાં શુભ ગ્રહનો પ્રભાવ વધશે.
રાધા-કૃષ્ણના મુકુટમાં મોરપંખ ચડાવી અને તેને બીજા દિવસે ઘરે લાવે તિજોરીમાં મુકી દેવું. ધન-સંપત્તિમાં વધારો થવા લાગશે.
જો બાળકોને નજર લાગી હોય તો તેને રોજ મોરપીંછમાંથી બનેલા પંખાથી હવા નાંખવી જોઈએ.